Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

સચિન અને રોહિતે પૂરી કરી યુવરાજની કીપ ઈટ અપ ચેલેન્જ

મુંબઈઃ મોટા ભાગના ખેલાડીઓ અત્યારે સોશ્યામાં એકિટવ છે અને નવાં- નવાં કરતબ કરતા રહે છે. તાજેતરમાં યુવરાજ સિંહે એક 'કીટ ઈટ અપ' નામની ચેલેન્જ શરૂ કરી હતી. આ ચેલેન્જમાં બેટની હેન્ડલવાળી સાઈડથી બોલને જગલ કરવાનો ટાસ્ક પૂરો કરવાનો હોય છે. યુવરાજે આ ટાસ્ક માટે સચિન તેન્ડુલકર, રોહિત શર્મા અને હરભજન સિંહને નોમિનેટ કર્યા હતા.

સચિન તેન્ડુલકર અને રોહિત શર્માએ આ ટાસ્ક પૂરો કરતો પોતાનો વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. વિડીયોમાં રોહિતે કહ્યું કે 'મને આ ટાસ્ક માટે નોમિનેટ કરવા બદલ યુવરાજ સિંહને આભાર. હું ઘરે રહેવાનું કમિટમેન્ટ કરૃં છું. સાથે- સાથે આ ટાસ્ક માટે હું શ્રેયસ અય્યર, રિષભ પંત અને અજિંકય રહાણેને નોમિનેટ કરૃં છું'

(4:04 pm IST)