Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

હાર્દિક પંડયાએ ગિફટ કરેલી પેડ્સની હરાજી કરશે શૂટર શિવમ

એકઠાં થનારાં નાણાંનો ઉપયોગ કોરોનાને કારણે અસરગ્રસ્ત ખેલાડીઓને મદદ કરવા માટે કરશે

કલકત્તાઃ કોરોનાને કારણે જે ખેલાડીઓ નાણાકીય તંગી અનુભવી રહ્યા છે. એવા ખેલાડીઓને મદદ કરવા માટે શૂટર શિવમ ઠાકુર આગળ આવ્યો છે. ૧૦ મીટર આર પિસ્તોલમાં ભાગ લેનાર શિવમ ગ્રુપ- લેવલની ક્રિકેટ પણ રમી ચૂકયો છે. જયાં હાર્દિક પંડયાએ તેને ક્રિકેટ પેડ્સ ગિફટ કર્યાં હતાં. આ પેડ્સ, ક્રિકેટ કિટ અને ગ્લવ્ઝની લિલામી કરીને શિવમ પ્લેયરો માટે ભંડોળ એકત્ર કરશે.

શિવમનું કહેવું છે કે જે એથ્લિટ્સ દેશ માટે કશુંક કરી શકે છે, પણ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હું તેમને મદદ કરવા માગું છું. મારી પાસે સમય છે. મારાથી બનતા દરેક પ્રયાસ હું કરવા માગું છું. આવતાં ત્રણ વર્ષમાં હું જેકાંઈ કમાઈશ એના ૬૦ ટકા નાણાં મારે લોકોની મદદ માટે વાપરવાં છે.

૨૦૧૫માં કેરળ વતી રમતા શિવમ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ તે શૂટિંગ તરફ વળ્યો હતો. યુએઈમાં રમાનારી યુથ એશિયન ગેમ્સમાં શિવમ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

(4:03 pm IST)