Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

વિશ્વકપ ક્રિકેટ માટે આઇસીસી દ્વારા સ્ટેન્ડ બાઇ ગીતનો વીડિયો વાયરલ

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ તમામ સ્ટ્રીમિંગ મંચો પર પુરૂષ વનડે વિશ્વકપનું સત્તાવાર ગીત 'સ્ટેન્ડ બાઈ' રિલીઝ કર્યું છે. આ ગીત 30 મેથી શરૂ થઈ રહેલી ટૂર્નામેન્ટ દરમિયાન  મેદાનો અને શહેરોમાં તેને સંબંધિત કાર્યક્રમોમાં વગાડવામાં આવશે.

'સ્ટેન્ડ બાઈ' નવી કલાકાર લોરિન અને બ્રિટનના સૌથી સફળ તથા પ્રભાવી 'રૂડિમેન્ટલ' બેન્ડે તૈરાય કર્યું છે.

આઈસીસી પુરૂષ વિશ્વ કપ વિશ્વની મોટી વૈશ્વિક રમત સ્પર્ધાઓમાંથી એક છે, જેમાં 10 લાખ ક્રિકેટ પ્રશંસકો ભેગા થશે અને અબજો પ્રશંસકો મેચ ટીવી પર જોશે.

વિશ્વ કપ 2019માં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ

1. ભારત vs સાઉથ આફ્રિકા, સાઉથેમ્પ્ટન - 5 જૂન

2. ભારત vs ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ - 9 જૂન

3. ભારત vs ન્યૂઝીલેન્ડ, ટ્રેન્ટ બ્રિજ - 13 જૂન

4. ભારત vs પાકિસ્તાન, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 16 જૂન

5. ભારત vs અફગાનિસ્તાન, સાઉથેમ્પ્ટન - 22 જૂન

6 ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 27 જૂન

7. ભારત vs ઈંગ્લેન્ડ, એઝબેસ્ટન - 30 જૂન

8. ભારત vs બાંગ્લાદેશ, એઝબેસ્ટન - 2 જુલાઈ

9. ભારત vs શ્રીલંકા, લીડ્સ - 6 જુલાઈ

(4:41 pm IST)