Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

આઈસીસીએ લોન્ચ કર્યુ વર્લ્ડકપ સોન્ગ સ્ટેન્ડબાય

વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે ૩૦ મે થી શરૂ થનારા ૧૨મા વર્લ્ડકપ માટે ઓફીશ્નલ વર્લ્ડકપ સોન્ગ 'સ્ટેન્ડબાય' લોન્ચ કર્યુ હતું. જે દરેક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયુ ફિલન્ટોફ લોન્ચ દરમિયાન હાજર હતો. નવા આર્ટીસ્ટ લોરીન અને યુકેના સૌથી સફળ એકટર રૂડીમેન્ટલ આ સોન્ગને ગ્રાઉન્ડ પર અને પછી વર્લ્ડકપ દરમિયાન વિવિધ શહેરોમાં પર્ફોર્મ કરશે. ૧૯૭૫થી રમાતી પુરૂષોની વન-ડે વર્લ્ડકપ ટુર્નામેન્ટ દુનિયાની સૌથી મોટી સ્પોર્ટીંગ ઈવેન્ટ છે. ૧૯૮૩ અને ૨૦૧૧માં ભારત વર્લ્ડકપ જીતવામાં સફળ રહ્યું હતું.૨૦૧૧માં વર્લ્ડકપ સોન્ગ 'દે ઘુમા કે' હતું.

(3:32 pm IST)
  • રાજકોટમાં ૩૮.૨ ડિગ્રી : ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : ધૂળની ડમરીઓ ઉડી રહી છે access_time 3:53 pm IST

  • પાટનગરમાં ખુલ્લેઆમ ૧૭ રાઉન્ડ ફાયરીંગ કર્યા : દિલ્હીના જાહેર રસ્તા ઉપર એક યુવક ઉપર આશરે ૧૭ રાઉન્ડ ફાયરીંગ કર્યાં : અસામાજીક તત્વોનો બેફામ ગોળીબાર access_time 3:29 pm IST

  • જૂનાગઢમાં પત્રકાર ઉપર લાઠીચાર્જ પ્રકરણમાં સસ્પેન્ડ થયેલા પીએસઆઇ ગોસાઈ અને બે કોન્સ્ટેબલને ફરીથી નોકરી ઉપર લેવાયા :સસ્પેન્ડ ઓડર બાદ આજે નવો હુકમ access_time 8:41 pm IST