Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ક્વોલિફાઇ કરી ચુકેલી ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી દિલ્હી ડેયરડેવિલ્સનો 34 રને શાનદાર વિજય

દિલ્હીના 162 રનના જવાબમાં ચેન્નાઇ 20 ઓવરમાં છ વિકેટે 128 રન જ બનાવી શક્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગના નોકઆઉટ માટે પહેલા ક્વોલિફાઈ કરી ચૂકેલ ચેન્નાઈ સુપરકિંગ્સને પોઈન્ટ ટેબલમાં એક વખત ફરીથી અંતિમ સ્થાન પર રહેવાની શરમજનક સ્થિતિનો સામનો કરી રહેલ દિલ્હી ડેયરડેવિલ્સએ 34 રને પરાજય આપ્યો છે ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ દિલ્હી ડેરડેવિલ્સને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 05 વિકેટના નુકશાને 162 રન બનાવી ચેન્નાઈને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને માત્ર 128 રન બનાવી શક્યું, રીતે દિલ્હીની 34 રને શાનદાર જીત થઈ છે.

--- 

(12:52 am IST)