Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

નેશનલ રોલર મ્યુઝિકલ ચેયરમાં ગુજરાતી છવાયા

ગુજરાતી ખેલાડીઓ પ્રથમ ક્રમે : ગુજરાતી ખેલાડી ૧૯૩ મેડલ જીતીને પ્રથમ

        અમદાવાદ,તા. ૧૮ : નેશનલ રોલર મ્યુઝિકલ ચેયર એન્ડ સ્પીડ સ્કેટીંગ ટુર્નામેન્ટનું આયોજન હાલમાં જ ૧૧મી મેથી ૧૩મી મે દરમિયાન નાગપુરમાં કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી ૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના ખેલાડીઓએ આ ચેમ્પિયનશીપમાં જોરદાર દેખાવ કરીને પ્રથમ સ્થાન મેળવવામાં સફળતા મેળવી હતી. એકંદરે ૧૯૩ મેડલ જીતવામાં ગુજરાતના ખેલાડીઓ સફળ રહ્યા હતા. ૮, ૧૧, ૧૪, ૧૭, ૧૯ અને ૧૯થી ઉપરની વયના યુવક-યુવતીઓ માટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં દરેક કેટેગરી માટે ચાર ઈવેન્ટનો સમાવેશ કરાયો હતો. જેમાં સ્પીડ સ્કેટીંગ, મ્યુઝિકલ ચેયર, ફ્રી સ્ટાઈલ મ્યુઝિકલ ચેયર સ્કેટીંગનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી કેટલીક યુવતીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં માન્યા ગુપ્તાનો સમાવેશ થાય છે. માન્યાએ દરેક કેટેગરીમાં ચાર ગોલ્ડ જીત્યા હતા. માન્યાએ અંડર-૮ કેટેગરીમાં સુવર્ણ મેળવ્યો હતો. રાજ્ય ચેમ્પિયનશીપમાં પણ તેનો દેખાવો આવો જ રહ્યો હતો. પ્રિયા પટેલ, ધનેશા અરોરાએ પણ જોરદાર દેખાવ કર્યો હતો. આ તમામ ખેલાડીઓને ભાવિન મહેતા અને તેમની ટીમ તરફથી તૈયાર કરવામાં આવ્યા હતા. વિજેતા ખેલાડીઓ હવે દુબઈમાં ઓગસ્ટમાં યોજનાર ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેશે.

(8:16 pm IST)