Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રોમ માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં નડાલનો પ્રવેશ

નવી દિલ્હી: ક્લે કોર્ટ કિંગ તરીકેની ઓળખ ધરાવતા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે કેનેડાના બીગ અપસેટર શાપોવાલોવને સીધા સેટોમાં ૬-૪, ૬-૧થી હરાવીને રોમ માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તેની ટક્કર ઈટાલીના ફાબીયો ફોગ્નીની સામે થશે. જ્યારે ક્રોએશિયાના સિલીકે ૬-૩, ૬-૪થી ફ્રાન્સના પાયરેને હરાવીને આગેકૂચ કરી હતી. હવે તે સ્પેનના બુસ્ટા સામે ટકરાશે. જોકે બેલ્જીયમના ડેવિડ ગોફિન સામેની મેચમાં પોટ્રો ૬-૨, ૪-૫થી પાછળ હતો, ત્યારે ઈજાગ્રસ્ત થઈને ખસી ગયો હતો. ગઈકાલે પુરી થયેલી મેચમાં જાપાનના નિશિકોરીએ ૬-૭ (૪-૭), ૭-૫, ૬-૪થી બુલ્ગારિયાના ડિમિટ્રોવને હરાવીને અપસેટ સર્જ્યો હતો. સ્લોવેનિયાના બેડેન સામેની મેચમાં ૬-૪થી પાછળ રહેલો સાઉથ આફ્રિકાનો કેવિન એન્ડરસન પણ ઈજાના કારણે ખસી ગયો હતો.
 

(5:08 pm IST)