Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

લોઢા સમિતિએ બીસીસીઆઈને આપ્યા સૂચનો

નવી દિલ્હી: બીસીસીઆઈના ટોચના અધિકારીઓને મોટો ઝટકો લાગી શકે છે. કારણે કે એમિક્સ ક્યુરી ગોપાલ સુબ્રમણ્યમે ક્રિકેટ બોર્ડનુ નવુ ફોર્મેટ નક્કી કરવા માટે જિસ્ટીસ આરએમ લોઢા સમિતિએ કરેલી મોટા ભાગની ભલામણોને યથાવત રાખી છે. એમિકસ ક્યુરીએ માત્ર એક ભલામણમા પરિવર્તન કર્યુ છે. જેમાં વર્તમાન ત્રણ સભ્યોની પસંદગી સમિતીની જગ્યાએ જુની પાંચ સભ્યોની પસંદગી સમિતી લાગુ કરવા જણાવ્યુ છે. તેમજ પસંદગી સમિતીના સભ્ય બનવા માટે આંતરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમેલી ફરજિયાત હોવાની શરતને હળવી કરીને ઓછામાં ઓછી ૨૦ ફર્સ્ટક્લાસ મેચ કરવાની ભલામણ કરી છે. 
બીસીસીઆઈના મોટા ભાગના અધિકારીઓએ લોઢા કમિટીની પાંચ ભલામણોને વિવાદસ્પદ ગણીને માનનાનો ઈન્કાર કર્યો હતો. જેમાં એક રાજ્ય એક મત, કોઈપણ અધિકારીને વધુમાં વધુ ૧૮ વર્ષનો કાર્યકાળ, દરેક ત્રણ વર્ષના કાર્યકાળ બાદ વિશ્રામ, અધિકારી બનવા માટે ૭૦ વર્ષની વયમર્યાદા અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ વચ્ચે કામોના વિભાજનની ભલામણનો સમાવેશ થયા છે. 
લગભગ તમામ માન્ય ક્રિકેટ સંઘ આ મામલે એક મત હતા. જો કે તેમને હવે આ મામલે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. કારણ કે સુપ્રીમ કોર્ટમાં બોર્ડના બંધારણના ખરડામા લોઢા કમિટીની મોટાભાગની ભલામણો તે જ સ્વરૃપે સ્વિકારવામાં આવી છે. એક રાજ્ય એક મતના પ્રસ્તાવને એમિક્સ ક્યુરીએ લાગુ કરવા ભલામણ કરી છે. જો કે રેલવેને તેના ક્રિકેટમાં યોગદાનને ધ્યાનમાં રાખીને મતનો આધિકાર આપવા જણાવ્યુ છે.

(5:07 pm IST)