Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

લોકેશ રાહુલ અને હાર્દિક પંડ્યાએ કરી જીર્સીની અદલાબદલી

પંજાબ મેચ હારી ગયુ એ પછી લોકેશ રાહુલ અને હાર્દિક પંડ્યાએ વાનખેડે સ્ટેડિયમમાં પ્રેઝન્ટેશન સમયે એકબીજાની જર્સીની અદલાબદલી કરી હતી અને ખેલદિલીની ભાવના દર્શાવી હતી. સામાન્ય રીતચે ફૂટબોલની મેચો બાદ પ્લેયરો હરીફ ટીમના ખેલાડીઓ સાથે આ રીતે જર્સીની અદલાબદલી કરે છે. ૬૦ બોલમાં ૯૪ રન બનાવનારો લોકેશ રાહુલ પંજાબના પરાજય બાદ હતાશ નજરે પડતો હતો. એ વખતે હાર્દિક પંડ્યા તેની પાસે ગયો હતો. રાહુલે કહ્યુ હતું કે હાર્દિક સાથે મારી સારી દોસ્તી છે. મને જર્સી કલેકટ કરવાનુ ગમે છે. જર્સીની અદલાબદલી કરવા મુદ્દે કોઈ વાત થઈ ન હતી પણ મેચ બાદ વાતચીત વખતે તેણે મારી જર્સીની માંગણી કરી હતી અને મેં તેની જર્સી લીધી હતી. મને લાગે છે કે ફૂટબોલ બાદ ક્રિકેટમાં પણ આવો ટ્રેન્ડ લાવવો જોઈએ.

(3:59 pm IST)