Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અલિઝા હિલી અને મેગ લેનીંગ રમશે વાનખેડેની મહિલા ટી-૨૦માં

૨૨મીએ બે મહિલા ટીમ વચ્ચે IPL સ્ટાઈલની ટી-૨૦ મેચ રમાશે

આઈપીએલમાં પ્લેઓફના મુકાબલા પહેલા વાનખેડે સ્ટેડિયમમાં ૨૨ મેએ બપોરે ૨:૩૦ વાગ્યે બે મહિલા ટીમ વચ્ચે આઈપીએલ સ્ટાઈલની ટી-૨૦ મેચ થવાની છે. આ ટીમમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર અલીઝા હીલી અને મેગ લેનીંગ રમવાની છે.

આઈપીએલ ટ્રેઈલબ્લેઝર્સ ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના છે જયારે આઈપીએલ સુપરનોવાઝ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર છે. ટીમો નીચે મુજબ છે.

આઈપીએલ ટ્રેઈલબ્લેઝર્સ : સ્મૃતિ મંધાના (કેપ્ટન), અલિઝા હિલી (વિકેટકીપર), સુઝી બેટ્સ, દિપ્તી શર્મા, બેથ મૂની, જેમાઈમા રોડ્રીગ્સ, ડેનિયલ હેઝલ, શીખા પાંડે, લી ટુહુહુ, ઝુલન ગોસ્વામી, એકતા બિશ્ત, પૂનમ યાદવ, ડાયલન હેમલથા.

આઈપીએલ સુપરનોવાઝ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), ડેનિયલ વ્યોટ, મિતાલી રાજ, મેગ લેનીંગ, સોફી ડેવીન, એલીસ પેરી, વેદા કૃષ્ણમૂર્તિ, મોના મેશ્રામ, પૂજા વસ્ત્રકાર, મેગન શટ, રાજેશ્વરી ગાયકવાડ, અનુજા પાટીલ, તાનીયા ભાટીયા (વિકેટકીપર).

(4:21 pm IST)