Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

હું ક્રિકેટ તમારા પર છોડું છું, તમે પણ એકિટંગ મારા પર છોડી દોઃ શાહરૂખ

આ સીઝનમાં ૧૩ પૈકી ૭ મેચોમાં જીત મેળવનારી કોલકતાની ટીમ હવે એક જીત મેળવીને પ્લેઓફમાં પહોંચી શકે એમ છે. આ ટીમના માલિક શાહરૂખ ખાને તેની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના ટ્વીટર હેન્ડલ પર એક વિડીયો મૂકયો છે. આ વિડીયો એકદમ ફની છે. એમાં શાહરૂખ ખાન તેની ફિલ્મોના મશહૂર ડાયલોગ્સ બોલી રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો તેમના હાસ્યને રોકી શકતા નથી. વિડીયોને શેર કરતા શાહરૂખ ખાને લખ્યુ છે કે હું મારી ટીમને ઘણો પ્રેમ કરૂ છું, પણ હવે એક ડીલ થઈ જાય. હું ક્રિકેટ તમારા માટે છોડુ છું અને તમે એકિટંગ મારા માટે છોડી દો.

(3:57 pm IST)