Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ઝુલન ગોસ્વામી પર બાયોપિક બનશે

ભારતની મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી પર બાયોપિક બનાવવાના રાઈટ્સ સોની પિકચર્સ ઈન્ટરનેશનલે ખરીદી લીધા છે. ભારતની આ પીઢ મહિલા ક્રિકેટર પર થોડા સમય પહેલા પોસ્ટલ ડિપાર્ટમેન્ટે ટપાલ - ટિકીટ બહાર પાડી હતી. ઝુલન ગોસ્વામીની જીંદગી અનેક પ્રકારની મુશ્કેલીઓ અને અડચણોથી ભરેલી હતી. એ છતાં તેણે હિંમત હાર્યા વિના એનો મુકાબલો કર્યો હતો અને આ સ્તરે પહોંચી છે. તે ભારતની લાખો મહિલા ક્રિકેટરો માટે આદર્શ અને પ્રેરણારૂપ છે. મહિલા ક્રિકેટર પર બાયોપીક બને એ પહેલો પ્રસંગ હશે, કારણ કે મહેન્દ્રસિંહ ધોની પર બાયોપીક અને સચિન તેન્ડુલકર પર ડોકયુ-ડ્રામા જેવી ફિલ્મ બની ચૂકી છે તથા આ ફિલ્મો બોકસ ઓફીસ પર સફળ પણ રહી છે.

(3:56 pm IST)