Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

શ્રીલંકાની વર્લ્ડકપ ટીમ જાહેરઃ ચાર વર્ષથી એકપણ વન-ડે ન રમનાર કરૂણારત્નેને કેપ્ટન બનાવાયો

કોલંબોઃ આઈસીસી વર્લ્ડ કપ શરૂ થવાને હવે ૪૫ દિવસ બાકી છે. વર્લ્ડ કપની શરૂઆત ૩૦ મેના રોજ ઇંગ્લેન્ડમાં થશે અને ફાઈનલ ૧૪ જુલાઈના રોજ રમાશે. આ ટૂર્નામેન્ટ માટે ટીમોની જાહેરાત થવા લાગી છે. ન્યૂઝીલેન્ડ, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશે ટીમની જાહેરાત કરી દીધી છે.

શ્રીલંકાની ટીમે વર્લ્ડ કપ માટે નવા કેપ્ટન અને ટીમની જાહેરાત કરી દીધી છે. ડાબોડી બેટ્સમેન દિમુથ કરૂણારત્નને ટીમનના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ પહેલા લસિથ મલિંગા ટીમના કેપ્ટન હતા. મલિંગાની કેપ્ટનશીપમાં ટીમનો રેકોર્ડ કંઈ ખાસ ન રહ્યો. દિમુથ કરૂણારત્નેને શ્રીલંકન ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે પરંતુ તેણે ૨૦૧૫થી અત્યાર સુધી એકપણ વનડે મેચ રમ્યા નથી. તેમ છતાં તેને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તેની સાથે જ તેનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. કરુણારત્નનેએ અત્યાર સુધી શ્રીલંકા માટે માત્ર ૧૭ વને રમ્યા છે. આ મેચમાં તેણે ૧૯૦ રન બનાવ્યા છે.આ વર્ષે શરૂઆતમાં દક્ષિણ આફ્રીકના પ્રવાસ માટે દિમુથ કરૂણારત્નેને શ્રીલંકાઈ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તેની કેપ્ટનશીપ હેઠળ દક્ષિણ આફ્રિકામાં બે ટેસ્ટ મેચની સીરીઝ ૨-૦થી જીતી હતી. શ્રીલંકા દક્ષિણ આફ્રીકમાં ટેસ્ટ સીરીઝ જીતનાર પ્રથમ એશિયાઈ ટીમ બની હતી. એ જ સમયે તેને વનડે ટીમના કેપ્ટન બનાવવાની વાત ચાલી રહી હતી.

શ્રીલંકાની ટીમ આ મુજબ છે. દીમુથ કરૂણારત્ને (કેપ્ટન), અવીસ્કા ફર્નાન્ડો, લહીરૂ થીરીમને, કુશલ પરેરા, કુશલ મેન્ડીસ, એન્જેલો મેથ્યુઝ, ધનંજય ડી' સીલ્વા, જેફરી વાંડેરસે, થીસારા પરેરા, લશીથ મલીંગા, ઈસુરૂ ઉડાના, સુરંગા લકમલ, નુવાન પ્રદીપ, જીવન મેન્ડીસ અને મીલીન્દા સીરીવર્ધના

(3:59 pm IST)