Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

IPL -2018 :કોલકતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી પોઇન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચ્યું

રાજસ્થાનના 160 રનના જવાબમાં કોલકાતાએ 18,3 ઓવરમાં 163 રન ફટકારી જીત હાંસલ કરી

 

જયપુર :આઇપીએલ સીઝન-11ના 15માં મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી કોલકત્તા નાઈટ રાઈડર્સ જીત મેળવી પોઇન્ટ ટેબલમાં પ્રથમક્રમ મેળવ્યો છે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કરી રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગ સોંપી હતી. રાજસ્થાન રોયલ્સ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 08 વિકેટના નુકશાને 160 રન બનાવી શક્યું હતું, જેના જવાબમાં કલકત્તાએ 18.5 ઓવરમાં 03 વિકેટના નુકશાને 163 રન બનાવી 07 વિકેટે શાનદાર જીત મેળવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, કોલકત્તાએ પોતાના ઘરમાં સોમવારે દિલ્હી ડેરડેવિલ્સને 71 રનથી હરાવ્યું હતું. હવે તે રાજસ્થાન સામે તેના ઘરેલુ સ્ટેડિયમ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુકાબલો કરવા ઉતરી હતી.જ્યારે રાજસ્થાને પોતાની પાછળની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. મેચ હાઈ સ્કોરિંગ હતી અને રાજસ્થાને બેંગ્લોરને 19 રને હરાવ્યું હતું.

જીત બાદ બંને ટીમનું મનોબળ મજબૂત થયું છે અને હવે બંનેનું લક્ષ્ય પોતાના શાનદાર ફોર્મને બરકરાર રાખવાનું રહેશે. બંને સામે પોત-પોતાના પડકાર છે.

   કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ : ક્રિશ લેન, સુનિલ નરેન, રોબિન ઉથપ્પા, નિતિશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન, વિકેટ કિપર), આન્દ્રે રસેલ, શુભમ ગિલ, શિવમ માવી, ટોમ કોર્રન, પિયુષ ચાવલો, કુલદિપ યાદવ

રાજસ્થાન ટીમ : આજિંક્ય રહાણે (કપ્તાન), અંકિત શર્મા, સંજૂ સૈમસન, બેન સ્ટોક્સ, ધવલ કુલકર્ણી, જ્યોફ્રા આર્ચર, ડાર્સી શોર્ટ, દુષ્મંતા ચમીરા, સ્ટુઅર્ટ બિન્ની, શ્રેયસ ગોપાલ, એસ. મિથુન, જયદેવ ઉનડકટ, બેન લોફલિન, પ્રશાંત ચોપડા, કે. ગૌતમ, મહિપાલ લેમલોર, જતિન સક્સેના, અનુરિત સિંહ, આર્યમાન બિરલા, જોસ બટલર, હેનરિક ક્લાસેન, જહીર ખાન અને રાહુલ ત્રીપાઠી.

(12:07 am IST)