Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

IPLમાં વિરાટ કોહલીના નામે વધુ બે સિદ્ધિઃ ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર તેમજ સંજુ સેમસનને પાછળ રાખી દઇને ટોપ સ્‍કોર બનાવનાર ખેલાડી બન્યો

મુંબઇઃ આઇપીએલ ક્રિકેટ શ્રેણીમાં વિરાટ કોહલીના નામે વધુ બે સિદ્ધિ થઇ છે. જેમાં આઇપીએલ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાર તથા સંજુ સેમસનને પાછળ રાખી દઇને ટોપ સ્કોર બનાવનાર ખેલાડી બન્યો છે.

આ મુકામને હાશિલ કર્યા બાદ પણ વિરાટ ખુશ ન હતો. તેને એ વાતનો ઘણો અફસોસ હતો કે, તેમની ટીમ સારી શરૂઆત બાદ પણ જીત ન મેળવી શકી. આજ કારણે વિરાટ કોહલીને જ્યારે આ સિઝનમાં ઓરેંજ કેપ મળી તો પણ તે ખુશ ન હતો. તેણે કહ્યું, હાલમાં આ કેપ પહેરવાનો કોઈ મતલબ નથી.

મુંબઈ વિરુદ્ધની મેચમાં વિરાટને બે સફળતા મળી. એક તો તે IPLના ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો. અને બીજુ સંજૂ સેમસનને પાછળ પાડી આ સિઝનમાં પણ ટોપ સ્કોર બનાવનાર ખેલાડી બન્યો.

આજ સિઝનની વાત કરીએ તો, વિરાટે 4 મેચમાં 201 રન બનાવ્યા છે. 92 નોટ આઉટ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો. તેણે 19 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા.

રૈનાએ IPLના ઈતિહાસમાં કુલ 163 મેચ રમી છે અને તેમાં તેણે 4558 રન બનાવ્યા છે. આ સિઝનમાં તે ઈજાગ્રસ્ત થવાના કારણે મેચ નથી રમી શક્યો. 4345 રન સાથે રોહિત શર્મા ત્રીજા નંબર પર છે.

જ્યારે, વિરાટ કોહલીએ 4590 રન બનાવી લીધા છે. વિરાટે અત્યાર સુધીમાં 153 મેચોમાં 164 છગ્ગા અને 399 ચોગ્ગા ફટકાર્યા છે.

(6:03 pm IST)