Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એ ક્રિકેટ જગતનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો છે: બ્રાવો

નવી દિલ્હી: IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ક્રિકેટર ડ્વેન બ્રાવોએ કહ્યું છે કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એ ક્રિકેટ જગતનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો છે. બ્રાવોએ આ સાથે ઈશારામાં એમ જણાવ્યું છે કે, ફૂટબોલ જગતના ટોચના સુપરસ્ટાર રોનાલ્ડોએ તેના દેશ પોર્ટુગલની સાથે તેની કલબ રિયલ મેડ્રીડ તરફથી શાનદાર દેખાવ કરતાં સફળતા મેળવી છે. તેવી જ સફળતા કોહલી પણ ટીમ ઈન્ડિયા તેમજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી મેળવી રહ્યો છે.  ૩૪ વર્ષીય બ્રાવોએ એવો દાવો કરતાં કહ્યું કે, કોહલી જ્યારે અંડર-૧૯ ક્રિકેટ રમતો હતો, ત્યારથી જ મેં તેની પ્રતિભાને ઓળખી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડરે કહ્યું કે, કોહલી અંડર-૧૯ ક્રિકેટમાં મારા નાના ભાઈ  ડેરૈનની સામે રમતો.હું હંમેશા મારા ભાઈને કહેતો જો તારે ક્રિકેટર તરીકે આગળ વધવું હોય તો કોહલીની રમતનો અભ્યાસ કર. બ્રાવો એવો પણ ખુલાસો કર્યો કે, ભારતમાં IPL રમી રહ્યો હોવાથી તે આ બધુ કહી રહ્યો નથી. બ્રાવોએ ઊમેર્યું કે, મેં વિરાટને પણ કહ્યું છે કે, તે મારા ભાઈને માર્ગદર્શન આપે.જ્યારે હું વિરાટને જોઉં છું ત્યારે હું ક્રિકેટના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને જોતો હોંઉ તેનો અનુભવ કરું છુ. વિરાટ કોહલીની પ્રતિભા, તેનું પેશન હંમેશા મને પ્રેરણા આપે છે

(6:00 pm IST)