Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ભારતીય ક્રિકેટરોનો આઇપીએલ-11માં બોલબાલા

નવી દિલ્હી: આઈપીએલની ૧૧મી સિઝનના પ્રથમ સપ્તાહમાં અનેક રોમાંચક મેચ જોવા મળી છે. ૧૩ મેચોમાંથી મોટાભાગની મેચનો નિર્ણય અંતિમ ઓવરમાં જ આવ્યો છે. તેમાંથીય કેટલીક મેચનો નિર્ણય તો છેલ્લા બોલે થયો છે. જો કે આ વખતે આઈપીએલમાં ભારતના સ્થાનીક ખેલાડીઓનો દબદબો રહ્યા છે. 
આઈપીએલ-૧૧માં ટોપ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં એકથી ચાર ક્રમ સુધી ભારતીય ખેલાડીઓ છે. જો કે ગત સપ્તાહની યાદગાર ઈનિંગ્સની વાત કરીએ તો તેમાં ડ્વેન બ્રાવો, આન્દ્રે સરેલ, જેસન રોય જેવા ખેલાડીઓના નામ આગળ આવે છે. એટલે કે રન બનાવવામાં ભારતીય ખેલાડીઓ આગળ છે. પરંતુ જરૃર પડયો જરૃરીયાત મુજબ ઈનિંગ રમવાનુ કામ વિદેશી ખેલાડીઓએ કર્યુ છે. 
કોલકતા અને ચેન્નાઈ વચ્ચેની મેચમાં કુલ ૩૧ સિક્સર જોવા મળી હતી. જે અત્યાર સુધીના આઈપીએલ ઈતિહાસમાં કોઈ એક મેચમાં લાગેલી સૌથી વધારે સિક્સર છે. જેમાંથાી કોલકાતાએ ૧૭ અને ચેન્નાઈએ ૧૪ સિક્સર લગાવી હતી. જ્યારે આર અશ્વિર કિંગ્સ ઈલેવન પંજાબની કેપ્ટની કરનાર પ્રથમ બોલર બન્યો છે. અશ્વિને પંજાબ સાથે જોડાતા પહેલ ૧૧૧ આઈપીએલ મેચ રમી છે. જે કપ્તાન બનતા પહેલા કોઈ ખેલાડી દ્વારા રમવામાં આવેલી સૌથી વધારે મેચ છે. કિંગ્સ ઈલેવન પંજાબમાં અફઘાન ખેલાડી મુજીબ ઉપ રહેમાને ૧૭ વર્ષ અને ૧૧ દિવસની ઉંમરે આઈપીએલમાં ડેબ્યુ કરી સૌથી નાની ઉંમરે આઈપીએલ મેચ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા આ રેકોર્ડ ભારતના સરફરાઝના નામે હતો. તેએ ૧૭ વર્ષ અને ૧૭૭ દિવસની ઉમરે પ્રથમ આઈપીએલ મેચ રમી હતી. જ્યારે ૧૪ બોલમાં ૫૦ રન બનાવી રાહુલે આઈપીએલમાં સૌથી ઝડપી ૫૦ રન પુરા કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

(5:59 pm IST)