Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સાઉથ આફ્રિકાએ વનડે મેચોની સિરીઝમાં શ્રીલંકાને 5-0થી વ્હાઇટવોશ કરી

નવી દિલ્હી: સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પાંચમી અને અંતિમ વન-ડેમાં ડકવર્થ લુઇસ પદ્ધતિથી ૪૧ રને પરાજય આપી પાંચ મેચની સિરીઝમાં ૫-૦થી વિજય મેળવી વ્હાઇટવોશ કર્યો હતો. પાંચમી વન-ડેમાં શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરતાં ૨૨૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ એડન માર્કરામ ૬૭* રન અને વાન ડેર ડુસાનના અણનમ ૨૮ રનની મદદથી ૨૮ ઓવરના અંતે બે વિકેટના નુકસાને ૧૩૫ રન બનાવ્યા ત્યારે ફ્લડ લાઇટ બગડતાં મેચ રોકાઈ હતી. ઇલેક્ટ્રિશિયન અને એન્જિનિયર્સે દોઢ કલાક સુધી લાઇટ ચાલુ કરવા મહેનત કરી હતી પરંતુ સફળતા ન મળતાં સાઉથ આફ્રિકાએ ડકવર્થ લુઇસ પદ્ધતિથી મેચ જીતી લીધી હતી. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે સર્વાધિક ૫૬ રન બનાવ્યા હતા. પ્રિયામલ પરેરાએ ૩૩ અને ઉદાનાએ ૩૨ રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી રબાદાએ ત્રણ જ્યારે નોર્ટ્જે અને તાહિરે ૨-૨ વિકેટ ઝડપી હતી.

(5:41 pm IST)