Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

તમે અમને સપોર્ટ કરો, અમે તમારા માટે રમીશુઃ શાહરૂખ ખાનનો આઇપીઅેલ માટે નવો નારો

નવી દિલ્હીઃ IPL-12ને લઈને શાહરૂખ ખાનની ટીમ કોલકત્તાની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ટીમના તમામ ખેલાડીઓ મેદાન પર મહેનત કરી રહ્યાં છે. શાહરૂખે કોલકત્તાના ફેન્સને નવો નારો આપતા કહ્યું કે, તમે અમને સપોર્ટ કરો અમે તમારા માટે રમશું. તેમણે ટ્વીટ કરી છેલ્લા દમ સુધી, છેલ્લા રન સુધી સપોર્ટ કરવાની અપીલ કરી છે.

કોલકત્તાની ટીમ પૂર્વ આઈપીએલ ચેમ્પિયન રહી ચુકી છે અને વખતે પણ તે ટાઇટલની પ્રબળ દાવેદાર છે. ટીમની તાકાત તેનું શાનદાર કોમ્બિનેશન છે.

શાહરૂખ ખાનની ટીમ મેદાન પર પરસેવો વહાવી રહી છે અને પોતાની તૈયારીઓ કરી રહી છે. પરંતુ તેના દમનો સાચો ખ્યાલ તો ત્યારે આવશે જ્યારે ટીમ આઈપીએલ-12ના રનમેદાનમાં ઉતરશે.

(5:02 pm IST)