Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

હોકીના કેપ્ટન મનપ્રિતસિંહને એવોર્ડ

ઇન્ડિયન હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને હાલમાં એફઆઇએચ પ્લેયર ઓંફ ધ યરતો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો, જે તેણે પોતાના પિતાને સમર્પિત કર્યો છે. આ ખિતાબ મળ્યાની ખુશીમાં મનપ્રીતે કહ્યું કે ''આ અવોર્ડ માટે હું મારાં ફેમિલી અને ફ્રેન્ડનો આભારી છું. તેમણે મને મારી કરીઅરમાં ઘણો મોટિવેટ કર્યો છે. આ ક્ષણે હું મારા પિતાને ન ભૂલી શકું. તેમને મારા પર જરૂરથી ગર્વ હશે. મને સતત સપોર્ટ કરવા અને મને પીઠબળ આપવા બદલ હું આ અવોર્ડ તેમને સમર્પિત કરું છું.

સિલેકટરની પસંદગી

સિલેકટર તરીકે એમએસકે પ્રસાદ અને ગગન ખોડાનો કાર્યકાળ પૂરો થઈ ચૂકયો હોવાને લીધે તેમના સ્થાને નવા સિલેકટર પસંદ કરવાની જવાબદારી મદન લાલ, આર. પી. સિંહ અને સુલક્ષણા નાયકની ક્રિકેટ એડવાઇઝરી કમિટીને સોંપવામાં આવી છે. આ કમિટીએ જણાવ્યા પ્રમાણે માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં ટીમના નવા સિલેકટરો નક્કી કરવામાં આવશે.

ચાઇનીઝ રેસલરના વીઝા રદ

કોરોના વાઇરસને લીધે ચાઇનીઝ રેસલરના એશિયન ચેમ્પિયનશિપ માટેના વિઝા રદ કરવામાં આવ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓંફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ વિનોદ તોમરે આ વાતની પુષ્ટિ કરી છે. ભારતે કોરોના વાઇરસની ભીતિને પગલે ૧૫ જાન્યુઆરીથી ચાઇનીઝ વિઝા આપવાનું બંધ કર્યું છે.

૧ માર્ચ સુધીમાં નવા સિલેકટર ?

કિકેટ એડવાઇઝરી કમિટીના મેમ્બર મદન લાલનું કહેવું છે કે પહેલી માર્ચ સુધીમાં ઇન્ડિયાને તેમના નવા સિલેકટર મળી જશે. આ માટે લિસ્ટ તૈયાર છે અને એમાંથી શોર્ટલિસ્ટ કર્યા બાદ તેમને ફાઇનલ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. જોકે લક્ષ્મણ સિવરામાક્રિપ્ણન અને અજિત આગરકર આ માટે રેસમાં છે.

(3:33 pm IST)