Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

કમ્બાલા રેસના ઉસેન બોલ્ટ શ્રીનિવાસ ગૌડાએ ટ્રાયલ માટે ના પાડી દીધી

ગૌડાને ઓલિમ્પકમાં મોકલવાની દરખાસ્ત કરાઇ હતી : પોતાની કમ્બાલા રેસમાં જ ખુશ હોવાનો કર્યો એકરારઃ કમ્બાલા અને ટ્રેક ઇવેેન્ટ બંને અલગ છે, જે લોકો પોતપોતાની રેસમાં સારુ કરે તેની કોઇ નકલી કરી શકતુ નથી

મેન્ગલોર : દક્ષિણ ભારતની કમ્બાલા રેસમાં રેકોર્ડ રનિંગ કરીને દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા શ્રીનિવાસ ગૌડાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓંફ ઇન્ડિયાની ટ્રાયલમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. ગૌડાની રેકોડ રનિંગને લીધે તેની સરખામણી ઉસેન બોલ્ટ સાથ કરવામાં આવી રહી હતી અને તેને ઓલિમ્પિકમા મોકલવાની પણ દરખાસ્ત કરવામાં આવી રહી હતી, જેને લીધે ગૌડાની રનિંગનું ટ્રાયલ લેવા તેને સ્પોર્ટ્સ ઓથો રિટી ઓફ ઈઇન્તિયા દ્વાર બોલાવવામાં આવ્યો હતો. ટ્રાયલ માટે ના પાડતાં શ્રીનિવાસે કહ્યું હતું કે ''સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટ્રાયલમાં હું ભાગ નથી લેવાનો. મારે કમ્બાલા રેસમાં વધારે નામ કમાવવું છે. કમ્બાલા અને ટ્રેક ઇવેન્ટ બન્ને અલગ છે અને જે લોકો પોતપોતાની રેસમાં સારું કરે છે તેની અન્ય કોઇ  નકલ કરી શકતું નથી. કમ્બાલામાં અમે હીલ્સ દ્વારા દોડીએ છીએ જયારે ટ્રેક પર અંગૂઠા અને પંજા દ્વારા દોડવાનું રહે છે. મને સપનામાં પણ નહોતું વિચાર્યું કે હુ આટલો ફેમસ થઈ જઈશ. મતે ફેમસ બનાવવા બદલ મારા બળદોનો.  આભાર

(3:30 pm IST)