Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

દુનિયામાં ૨૦ કરોડ ફોલોઅર્સ સાથે રોનાલ્ડો સૌથી આગળ : વિરાટના ૫ કરોડ ફોલોઅર્સ

પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર ૪.૯૯ કરોડ ફોલોઅર્સ

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર ૫ કરોડ ફોલોઅર્સ છે. તે આ સિદ્ઘિ મેળવનાર પ્રથમ ભારતીય છે. તેના પછી એકટ્રેસ પ્રિયંકા ચોપરા બીજા સ્થાને છે. તેના ૪.૯૯ કરોડ ફોલોઅર્સ છે. જયારે પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના ૨૦.૩ કરોડ ફોલોઅર્સ છે. રોનાલ્ડોથી આગળ માત્ર ઇન્સ્ટાગ્રામ છે, તેના ૩૩ કરોડ ફોલોઅર્સ છે. ત્રીજા નંબરે અમેરિકન સિંગર અરિયાના છે, જેના ૧૭,૫ કરોડ ફોલોઅર્સ છે. કોહલીએ અત્યારસુધી ઇન્સ્ટાગ્રામ પર ૯૩૦ પોસ્ટ કરી છે. તે માત્ર ૪૮ લોકોને ફોલો કરે છે. એકટ્રેસ દીપિકા પાદુકોણ ભારતમાં ત્રીજા નંબરે છે. તેના ૪.૪૧ કરોડ ફોલોઅર્સ છે.

ઇન્સ્ટાગ્રામથી કમાણીઃ રોનાલ્ડો સૌથી આગળ, કોહલી ૧૧માં નંબરે

એક રિપોર્ટ અનુસાર, રોનાલ્ડોએ ૨૦૧૯માં પેડ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા લગભગ ૩૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જુવેન્ટ્સ કલબમાં તેનું એન્યુલ પેકેજ ૨૪૨ કરોડ રૂપિયા છે. રોનાલ્ડોને ઇન્સ્ટાગ્રામ પર દરેક સ્પોન્સર્ડ પોસ્ટ માટે ૬.૯ કરોડ રૂપિયા મળે છે. સોશિયલ મીડિયાથી કમાણીના મામલે મેસી બીજા સ્થાને છે. સ્પેનિશ કલબ બાર્સેલોના મેસીએ ૩૬ પોસ્ટથી ૧૬૫ કરોડ રૂપિયા કમાયા છે. કોહલી એક વર્ષમાં ૮.૩ કરોડ રૂપિયા કમાઈને આ સૂચિમાં ૧૧માં સ્થાને છે.

કોહલીએ ત્રણેય ફોર્મેટમાં ૭૦ સદી મારી

ભારતીય ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. જયાં કોહલી ટેસ્ટની સીરિઝ રમશે. પહેલી મેચ વેલિંગ્ટનમાં ૨૧ ફેબ્રુઆરીએ રમાશે. કોહલીએ અત્યારસુધીમાં ૮૪ ટેસ્ટ, ૨૪૮ વનડે અને ૮૧ ટી-૨૦ રમી છે. તેણે ટેસ્ટમાં ૫૪.૯૮ની એવરેજથી ૭૨૦૨, વનડેમાં ૫૯.૩૪ની એવરેજથી ૧૧૮૬૭ અને ટી-૨૦માં ૫૦.૮ની એવરેજથી ૨૭૯૪ રન કર્યા છે. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ ૭૦ સદી મારી છે.

ટોપ-૧૦માં ૩ ફૂટબોલર

નંબર

યૂઝર

પ્રોફેશન

ફોલોઅર્સ

દેશ

ઇન્સ્ટાગ્રામ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

૩૩.૩

અમેરિકા

ક્રિસ્ટીયાનો રોનાલ્ડો

ફૂટબોલર

૨૦.૩

પોર્ટુગલ

એરિયાના ગ્રાન્ડે

સિંગર

૧૭.૬

અમેરિકા

ડવેન જોન્સન

એકટર અને રેસલર

૧૭.૨

અમેરિકા

સેલેના ગોમેઝ

સિંગર

૧૬.૮

અમેરિકા

કાયલી જેનર

ટીવી એકટ્રેસ

૧૬.૨

અમેરિકા

કિમ કાર્દેશિયન

ટીવી એકટ્રેસ

૧૬

અમેરિકા

લિયોનલ મેસી

ફૂટબોલર

૧૪.૩

અજર્િેન્ટના

બિયોન્સે

સિંગર

૧૪.૧

અમેરિકા

૧૦

નેમાર

ફૂટબોલર

૧૩.૩

બ્રાઝીલ

(3:33 pm IST)