Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

આઈસીસી મહિલા રેન્કિંગ : સ્મૃતિ મંધાના ટોચના સ્થાને અને મિતાલીરાજ પાંચમા સ્થાને યથાવત

દીપ્તિ શર્મા 1 સ્થાનના ફેરફાર સાથે 17મા અને ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 19મા સ્થાને

મુંબઈ :ભારતીય દિગ્ગજ બેટ્સમેન સ્મૃતિ મંધાના આઈસીસી મહિલા વન-ડે ખેલાડીઓની જાહેર નવી રેન્કિંગમાં શીર્ષ પર યથાવત છે, જ્યારે કેપ્ટન મિતાલી રાજ પણ 5મા સ્થાને યથાવત છે. મંધાનાના 774 રેટિંગ પોઈન્ટ છે અને તેઓ ઓસ્ટ્રેલિયાના એલિસ પેરી અને મેગ લેનિંગથી આગળ છે. ન્યૂઝીલેન્ડની એમી સૈટરવેટ મિતાલીથી પહેલા ચોથા ક્રમાંકે છે. સર્વોચ્ચ 20 રેન્કિંગમાં 2 વધુ ભારતીય બેટ્સમેન છે, જેમાં દીપ્તિ શર્મા 1 સ્થાનના ફેરફારની સાથે 17મા અને ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 19મા સ્થાને છે.

  વેસ્ટ ઈન્ડીઝની કેપ્ટન સ્ટેફની ટેલર 2 સ્થાનના ફેરફારની સાથે 8મા ક્રમાંકે છે. બોલરની રેન્કિંગમાં અનુભવી ઝૂલન ગોસ્વામી સર્વશ્રેષ્ઠ ભારતીય છે. તેઓ ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની મેગન શટ પહેલા અને પાકિસ્તાનની સના મીર બીજા ક્રમાંકે છે. સર્વોચ્ચ 10 બોલરમાં દીપ્તિ શર્મા અને પૂનમ યાદવ પણ છે. દીપ્તિની રેન્કિંગ 8મી છે અને જ્યારે પૂનમ 9મા સ્થાને છે.

  દીપ્તિ ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને છે. જુલાઈ 2015માં ઝૂલનના ઓલરાઉન્ડર રેન્કિંગમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ કોઈ ભારતીય ખેલાડી આ સિદ્ધી પ્રાપ્ત કરી શક્યુ નથી. ટીમ રેન્કિંગમાં પાકિસ્તાને વેસ્ટ ઈન્ડીઝને 2-1થી હરાવ્યા બાદ ફાયદો થયો હતો અને ટીમ ચોથા સ્થાને પહોંચી ગઇ. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા પહેલા, ન્યૂઝીલેન્ડ બીજા અને ભારત ત્રીજા સ્થાને છે.

(9:57 pm IST)