Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ટ્વેન્ટી મેચમાં ન્યુઝીલેન્ડ પર ઇંગ્લેન્ડની બે રને રોચક જીત

ઇંગ્લેન્ડના ૧૯૪ સામે ન્યુઝીલેન્ડના ૧૯૨ રન : છેલ્લી મેચમાં હાર છતાંય ન્યુઝીલેન્ડની ટીમ ફાઈનલમાં

હેમિલ્ટન, તા. ૧૮ : ત્રિકોણીય શ્રેણીની અતિ મહત્વની મેચ હેમિલ્ટન ખાતે ન્યુઝીલેન્ડની ઇંગ્લેન્ડ સામે હાર થઇ હતી પરંતુ ન્યુઝીલેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. મેન ઓફ દ મેચ તરીકે મોર્ગનની પસંદગી કરવામાં આવી હતી. કેપ્ટન મોર્ગને આજે ૪૬ બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા સાથે ઝંઝાવતી ૮૦ રન કર્યા હતા અને તે નોટઆઉટ રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૯૪ રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૯૨ રન બનાવી શકી હતી અને તેની બે રને હાર થઇ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ગુપ્ટિલે શાનદાર ફોર્મ જાળવી રાખીને ૪૭ બોલમાં ૬૨ રન કર્યા હતા. જ્યારે મુનરોએ ૨૧ બોલમાં ૫૭ રન ફટકાર્યા હતા જેમાં સાત છગ્ગાનો સમાવેશ થાય છે. હવે ફાઈનલ મેચ ૨૧મીએ રમાશે.આ પહેલા ૧૬મી ફેબ્રુઆરીના દિવસે ત્રિકોણીય ટી-૨૦ શ્રેણીની રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ યજમાન ન્યુઝીલેન્ડ ઉપર પાંચ વિકેટે જીત મેળવીને ટ્વેન્ટી-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં ચેજિંગ માટેનો નવો રેકોર્ડ સર્જ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયા સામે ૨૪૪ રનનો લક્ષ્યાંક મુક્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આને સાત બોલ ફેંકવાના બાકી હતા ત્યારે મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. ન્યુઝીલેન્ડે ૨૪૪ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની તમામ મેચો જીતીને ફાઇનલમાં પહોંચી ચુક્યું છે જ્યારે ન્યુઝીલેન્ડે છેલ્લી મેચ ગુમાવી હોવા છતાં ફાઈનલમાં આગેકૂચ કરી લીધી છે. ઇંગ્લેન્ડ સહેજમાં ફાઈનલમાં પહોંચવાથી વંચિત રહી ગયું છે.

હજુ સુધી આ ટ્વેન્ટી ત્રિકોણીય શ્રેણીમાં રમાયેલી મેચોમાં ઓસ્ટ્રેલિયાએ સતત ચાર મેચોમાં જીત મેળવી છે જે પૈકીની પ્રથમ મેચમાં ત્રીજી ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ ઉપર સિડનીમાં સાત વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદ સાતમી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે હોબાર્ટમાં પાંચ વિકેટે જીત મેળવી હતી અને ૧૦મી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે મેલબોર્નમાં સાત વિકેટે જીત મેળવી હતી. પોતાના ઘરઆંગણે રમાયેલી ત્રણેય મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી અને ત્રિકોણીય શ્રેણીની ઓકલેન્ડ ખાતે રમાયેલી પોતાની ચોથી મેચ પણ જીતી લીધી હતી.

હેમિલ્ટન : સ્કોરબોર્ડ

ઇંગ્લેન્ડ ઇનિંગ્સ :

રોય

કો. વિલિયમસન બો. બોલ્ટ

૨૧

હેલ્સ

કો. વિલિયમસન બો. સાઉથી

૦૧

માલન

કો. ચંપન બો. ગ્રાન્ડહોમ

૫૩

મોર્ગન

અણનમ

૮૦

બટલર

સ્ટ. શેફર્ટ બો. સોઢી

૦૨

બિલિંગ્સ

બો. બોલ્ટ

૦૬

વિલિ

કો. ગુપ્ટિલ બો. સાઉથી

૧૦

ડાઉસન

કો. ગુપ્ટિલ બો. બોલ્ટ

૧૦

જોર્ડન

અણનમ

૦૬

વધારાના

 

૦૫

કુલ

(૨૦ ઓવરમાં ૭ વિકેટે)

૧૯૪

પતન  : ૧-૨૨, ૨-૨૪, ૩-૧૧૭, ૪-૧૨૩, ૫-૧૬૫, ૬-૧૭૬, ૭-૧૮૭.

બોલિંગ : બોલ્ટ : ૪-૦-૫૦-૩, સેન્ટનર : ૨-૦-૩૨-૦, સાઉથી : ૪-૦-૨૨-૨, ગ્રાન્ડહોમ : ૪-૦-૩૨-૧, વિલિયમસન : ૧-૦-૧૬-૦, સોઢી : ૪-૦-૩૧-૧, મુનરો : ૧-૦-૧૧-૦

ન્યુઝીલેન્ડ ઇનિંગ્સ :

ગુપ્ટિલ

બો. માલન

૬૨

મુનરો

કો. વિલિ બો. રશીદ

૫૭

વિલિયમસન

બો. ડાઉસન

૦૮

ચંપન

અણનમ

૩૭

ટેલર

કો. મોર્ગન બો. કુરેન

૦૭

ગ્રાન્ડહોમ

અણનમ

૦૭

વધારાના

 

૧૪

કુલ

(૨૦ ઓવરમાં ૪ વિકેટે)

૧૯૨

પતન  : ૧-૭૮, ૨-૧૦૦, ૩-૧૬૪, ૪-૧૭૩.

બોલિંગ : વિલિ : ૩-૦-૩૩-૦, કુરેન : ૩-૦-૩૨-૧, જોર્ડન : ૪-૦-૪૧-૦, રશીદ : ૪-૦-૨૨-૧, ડાઉસન : ૪-૦-૨૭-૧, માલન : ૨-૦-૨૭-૧

(7:23 pm IST)