Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

મોહમ્મ્દ હાફીજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહેશે ટી-20 વર્લ્ડકપ પછી બાય-બાય

નવી દિલ્હી: પાકિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝે કહ્યું છે કે તે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી -20 વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. હાફિઝને બાંગ્લાદેશ સામેની ટી -20 શ્રેણી માટે પાકિસ્તાનની ટીમમાં સ્થાન મળ્યું છે. આ શ્રેણી 24 જાન્યુઆરીથી લાહોરમાં શરૂ થશે.તેણે કહ્યું, તે મારા માટે સન્માનની વાત છે. હું ટી 20 વર્લ્ડ કપ રમવા માંગુ છું અને ત્યારબાદ હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટની બહાર જઇશ. હાફિઝે 2003 માં પાકિસ્તાનની શરૂઆત કરી હતી. તેણે પોતાના દેશ માટે 55 ટેસ્ટમાં 3652 રન બનાવ્યા છે અને 53 વિકેટ ઝડપી છે.હાફિઝ પાકિસ્તાન તરફથી 218 વનડે પણ રમ્યો છે. આ દરમિયાન તેણે 50 ઓવરના ફોર્મેટમાં 6614 રન અને 139 વિકેટ ઝડપી છે. હાફીઝ પાકિસ્તાનની ટી 20 ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. તેણે પાકિસ્તાન ટીમની કમાન પણ સંભાળી છે.

(4:54 pm IST)