Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

અન્ડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ : અફઘાનિસ્તાને સાઉથ આફ્રિકાને સાત વિકેટથી હરાવ્યું : શાફિફુલ્લાહ ઘાફરીએ છ વિકેટ ઝડપી

પહેલી બેટિંગ કરતા સાઉથ આફ્રિકા ૨૯.૧ ઓવરમાં ૧૨૯ રન બનાવી ઓલ આઉટ

અફઘાનિસ્તાને અન્ડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત શાનદાર થઇ છે ડાયમંડ ઓવલ મેદાન પર રમાયેલ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને યજમાન સાઉથ આફ્રિકાને સાત વિકેટથી હરાવી દીધું હતું. છ વિકેટ લેનાર અફઘાનિસ્તાનના લેગ સ્પિનર શાફિફુલ્લાહ ઘાફરીએ યજમાન ટીમના બેટ્સમેનોને મોટો સ્કોર બનાવો દીધો નહોતો. સાઉથ આફ્રિકા અન્ડર-૧૯ ટીમ પ્રથમ બેટિંગ કરતા ૨૯.૧ ઓવરમાં ૧૨૯ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.

સરળતાથી ટાર્ગેટનો અફઘાનિસ્તાન અન્ડર-૧૯ ટીમે ૨૫ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી ટાર્ગેટ પ્રાપ્ત કરી વિજયી શરૂઆત કરી હતી.

કેપ્ટન ફરહાન જાખીલ (૧૧) ૨૬ ના કુલ સ્કોર પર આઉટ થઈ ગયા હતા. અહીંથી ઈબ્રાહીમ જાદરાન અને ઈમરાને ટીમને ૧૦૦ ની પાર પહોંચાડી દીધું હતું. ઇમરાન ૫૭ ના વ્યકિતગત સ્કોર પર આઉટ થઈ ગયા હતા. ૪૮ બોલની ઇનિંગમાં નવ ચોગ્ગા ફટકારનાર આ બેટ્સમેન જ્યારે આઉટ થયા ત્યારે અફઘાનિસ્તાનનો સ્કોર ૧૦૬ રન હતો.

જાદરાન પણ ૧૨૮ ના કુલ સ્કોર પર આઉટ થઈ ગયા હતા. તેમને ૭૨ બોલમાં ઇનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. રહમાનુલ્લાહ ત્રણ અને આબિદ મોહમ્મદી બે રન બનાવી આઉટ થઈ ગયા છે.

આ અગાઉ સાઉથ આફ્રિકા અન્ડર-૧૯ ટીમના માત્ર ત્રણ બેટ્સમેન ડબલ આંકડાને પ્રાપ્ત કરી શક્યા હતા. કેપ્ટન બ્રાયન પાર્સન્સે સૌથી વધુ ૪૦ રન બનાવ્યા હતા. જેરાલર્ડ કોએટઝેએ ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. લ્યુક બેયુફોર્ટે ૨૫ રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે ધાફરી સિવાય નુર અહેમદ અને ફઝલ હકે બે-બે વિકેટ લીધી હતી.

(1:33 pm IST)