Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

આઇસીસીના નિયમનું ઉલ્લંઘન કરતાં કેગીસૉ રબાડાને દંડ : હવે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મૅચ નહીં રમી શકે

છેલ્લા ૨૪ મહિનામાં રબાડાને મળેલા કુલ ચાર ડીમેરિટ પૉઇન્ટ્સ મળતા મેચ નહીં રમી શકે

મુંબઈ : સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચના પહેલા દિવસે સાઉથ આફ્રિકન બોલર કેગિસો રબાડાએ કરેલીએ એક ઍક્શનને લીધે તેને દંડ ફટકારવામાં આવ્યો છે. રબાડાએ જૉ રૂટ આઉટ થતાં કરેલી ઍક્શનને લીધે આઇસીસીની આચારસંહિતામાંના આર્ટિકલ ૨.૫નું ઉલ્લંઘન થયું હતું. આ ઉલ્લંઘનને કારણે તેને મૅચ-ફીના ૧૫ ટકાનો દંડ કરવામાં આવ્યો હતો અને એક ડીમેરિટ પૉઇન્ટ અપાયો હતો. છેલ્લા ૨૪ મહિનામાં રબાડાને મળેલા કુલ ચાર ડીમેરિટ પૉઇન્ટ્સ મળી ચૂક્યા છે જેને લીધે તે ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટ મૅચ નહીં રમી શકે.

(1:05 pm IST)