Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

૬૧ વર્ષમાં પહેલી વાર રણજીની સેમી ફાઈનલમાં પહોંચ્યુ કેરળઃ કવોર્ટર ફાઈનલમાં ગુજરાતને ૧૧૩ રનથી હરાવ્યુ

મેચના ત્રીજા દિવસે ગુજરાતને જીતવા માટે ૧૯૫ રનની જરૂર હતી, પરંતુ સમગ્ર ટીમ ૩૧.૩ ઓવરમાં માત્ર ૮૧ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. બાસીલ થમ્પીએ ૨૭ રન આપીને પાંચ વિકેટ તો સંદિપ વારીયરે ૩૦ રન આપીને ચાર વિકેટ લીધી હતી. ગયા વર્ષે પણ કેરળ પહેલી વખત કવોર્ટર ફાઈનલમાં પહોંચ્યુ હતું, જયાં વિદર્ભ સામે હારી ગયું હતું.

(3:27 pm IST)
  • મોદી સરકાર લોકસભાની ચૂંટણી ૩ અઠવાડિયા વહેલી આપી દેશે? : રવિ પાકની લણણી સમયે ખેડૂતોના મહા ગુસ્સાનો સામનો કરવો પડે નહીં એ માટે મોદી સરકાર લોકસભાની ચૂંટણી ૩ અઠવાડિયા વહેલી આપી દેશે તેવું જાણવા મળે છે : ૧૩ ફેબ્રુઆરીએ લોકસભાનું બજેટ સત્ર પૂરું થયા પછીના ગણત્રીના દિવસોમાં જ ચૂંટણી પંચ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દયે તેવી સંભાવના છે. access_time 7:32 pm IST

  • પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા બદલ રામરહીમ સહીત ચારે આરોપીઓને આજીવન કેદ : CBI કોર્ટએ આજ ગુરુવારે રામરહીમ,નિર્મલ,કુલદીપ,અને કિશનલાલને ફરમાવેલી સજા access_time 7:21 pm IST

  • વિપ્રોના ત્રીજા ક્વાર્ટરનો પ્રોફિટ 2545 કરોડ રૂપિયા : ગયા વર્ષની સરખામણીમાં 32 ટકાનો વધારો : 3 શેરદીઠ 1 શેરનું બોનસ જાહેર કર્યું : વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કરતા રોકાણકારો ખુશખુશાલ access_time 7:24 pm IST