Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ જીતવાનું મેરી કોમનું સપનું

આવતા વર્ષે ટોકીયો ઓલિમ્પિકસમાં ૫૧ કિ.ગ્રા. કેટેગરીમાં રમશેઃ જુનિયર બોયઝ સાથે તાલીમ લઈ રહી છે

ભારતની મહિલા બોકસર મેરી કોમે કહ્યું હતું કે એક અબજ કરતાં વધુ વસ્તી ધરાવતા દેશના લોકોની અપેક્ષાઓનો ભાર સહન કરવાનો હોય ત્યારે ૪૮ કિલોગ્રામ વજન ઘણું ઓછું છે. રવિવારે યોજાનારી તાતા મુંબઈ મેરથોનની બ્રેન્ડ-એમ્બેસેડર મેરી કોમ જયારે આઝાદ મેદાનના પ્રેસ સેન્ટરમાં આવી ત્યારે તેના સ્વાગત માટે થયેલો તાળીઓનો ગડગડાટ જોઈને તે ઘણી ભાવુક થઈ હતી. મેરી કોમે કહ્યું હતું કે મને હજી પણ એવું સપનું આવું છે કે હું ઘણા મેડલ જીતતી હોઉં. ઓલિમ્પિકસ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ... જોકે ઓલિમ્પિકસનો ગોલ્ડ મેડલ એવો છે જે મેળવવાની મારી પણ તીવ્ર ઇચ્છા છે.

મેરી કોમ આવતા વર્ષે ટોકયો ઓલિમ્પિકસમાં ૫૧ કિલોગ્રામ કેટેગરીમાં રમશે. તેણે કહ્યું હતું કે આ માટે મેં જુનિયર બોય્ઝ સાથે તાલીમ લઈ રહી છું જેઓ મારા કરતાં પણ મજબૂત છે.

(3:24 pm IST)