Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

નેધરલેન્ડને સડન ડેથમાં ૩-૨થી પરાજય આપીને બેલ્જીયમ હોકીમાં વિશ્વ ચેમ્પિયન

પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય લેવાયો :બેલ્જીયમનું આ સૌપ્રથમ વર્લ્ડ ટાઈટલ

બેલ્જીયમે ઓલ યુરોપીયન ફાઈનલમાં નેધરલેન્ડને દિલધડક પેનલ્ટી શૂટઆઉટના સડન ડેથમાં ૩-૨થી હરાવીને મેન્સ હોકી વર્લ્ડ કપ જીતી લીધો હતો. હોકી વર્લ્ડ કપના ઈતિહાસમાં બેલ્જીયમનું આ સૌપ્રથમ વર્લ્ડ ટાઈટલ છે. નિર્ધારિત સમયના અંતે બંને ટીમો ૦-૦થી બરોબરી પર રહેતા પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય લેવાયો હતો.

  પેનલ્ટી શૂટઆઉટમાં બેલ્જીયમના ગોલકિપર વિન્સેન્ટ વનાસ્ચે શાનદાર દેખાવ કરતાં ટીમને જીત અપાવી હતી. અગાઉ રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં છેલ્લા બે વર્લ્ડ કપમાં વિજેતા બનેલું ઓસ્ટ્રેલિયા જીત્યું હતુ. ઈંગ્લેન્ડને ૮-૧થી હરાવીને ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૮ના વર્લ્ડ કપનો બ્રોન્ઝ પોતાના નામે કર્યો હતો. ઓડીશાના ભુવનેશ્વરમાં રમાયેલા મેન્સ હોકીના વર્લ્ડ કપમાં બેલ્જીયમને વિશ્વવિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા આર્થર વાન ડોરેનને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

(12:22 pm IST)