Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

બાંગ્લાદેશના દિગ્ગજ ઓલ રાઉન્ડર શાકિલ અલ હસનને જાનથી મારી નાંખવાની ધમકીઃ ફેસબુક એકાઉન્ટ ઉપર લાઇવ વિડીયોમાં અપશબ્દો કહ્યા

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ વાપસી કરનાર બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફેસબુક લાઇવ દરમિયાન બાંગ્લાદેશી ઓલરાઉન્ડરને આ ધમકી આપવામાં આવી છે. આ રીતે કોઈપણ બાંગ્લાદેશી ક્રિકેટરને ધમકી આપવાની આ પ્રથમ ઘટના છે.

મોહસિન તાલુકતાર નામના એક વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર લાઇવ વીડિયો દરમિયાન શાકિબને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેણે પોતાનો ગુસ્સો આ ક્રિકેટર પર કાઢ્યો અને આદરમિયાન ખુબ ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો હતો. શાકિબને સોશિયલ મીડિયા પર અપશબ્દ કહેવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. 

પોતાની ઓળખ જણાવતા મોહસિને કહ્યુ કે, જો તેણે આ ખેલાડીનો જીવ લેવા માટે ઢાકા જવુ પડે તો તે ત્યાં જઈ શકે છે. સોમવારે એકવાર ફરી લાઇવ કરતા આ વ્યક્તિએ શાકિબ અલ હસનને દેશની માફી માગવાનું કહ્યુ છે. 

મોહસિને વીડિયોમાં તે પણ સ્પષ્ટ કર્યુ કે તે આ વીડિયોને પોતાની મરજીથી બનાવી રહ્યો છે ન કોઈના દવાબમાં. એક બીજા વીડિયોમાં આ વ્યક્તિએ કહ્યુ કે, તે શાકિબને તક આપવા ઈચ્છે છે જેથી તે બાકી દેશના બધા સ્ટારની જેમ સાચા રસ્તે જાય. ફેસબુકને રિપોર્ટ કરવા સુધી આ વીડિયો ચાલતા રહ્યા ત્યારબાદ તેને હટાવી લેવામાં આવ્યા હતા. 

સિયાહેટના બીએમ અશરફ ઉલ્લાહ તાહેરે કહ્યુ, વીડિયોની લિંકને સાઇબર સેલને સોંપવામાં આવી છે. અમે વીડિયોને લઈને તત્કાલ તપાસ શરૂ કરી હતી. તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

(3:56 pm IST)
  • ટોકિયો ઓલમ્પિકમાં કોરોનાની રસી ફરજિયાત આપવામાં આવશે નહીં : ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના ચેરમેને જાહેર કર્યું છે કે ટોક્યો ઓલિમ્પિક માટે કોરોનાવાયરસ વેક્સિન લેવાનું ફરજિયાત બનાવવામાં આવશે નહીં. access_time 5:35 pm IST

  • દેશમાં કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો : ૨૪ કલાકમાં ૨૯,૧૬૪ કેસ નોંધાયા : જયારે દેશમાં ૪૪૯ નવા મૃત્યુ નોંધાયા : કુલ કોરોના કેસ આજે સવારે ૮૮૭૪૨૯૧ થયા છે : છેલ્લા ૨૪ કલાકમાં ૪૦,૭૯૧ કોરોના દર્દી સાજા થયા છે : કુલ સાજા થયેલાઓનો આંકડો ૮૨,૯૦,૩૭૧ એ પહોંચ્યો છે access_time 12:05 pm IST

  • 10 રાજ્યોમાં દેશના 76% ટકા કોરોના કેસ : મહારાષ્ટ્ર, દિલ્હી, કેરાલા અને પશ્ચિમ બંગાળ સહિત દેશના 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ એક્ટિવ કોરોના કેસના 76.7% ટકા કેસો નોંધાયાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે. access_time 5:34 pm IST