Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

ત્રિકોણીય ટૂર્નામેન્ટ માટે જુનિયર હોકી ટીમ જાહેરઃ સુમન દેવી થૌદામને નેતૃત્વ

નવી દિલ્લીઃ  ભારતે ઓસ્ટ્રેલીયાના પ્રવાસમાં ત્રિકોણીય સીરીઝ માટે ૧૮ સભ્યની જુનિયર મહિલા હોકી ટીમની ઘોષણા કરી છે. સુમન દેવી થૌદામના નેતૃત્વમાં આ ટીમ ત્રણથી આઠ ડિસેમ્બરના ઓસ્ટ્રેલીયાના કેનબરામા રમાનારી ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. ભારત અને ઓસ્ટ્રેલીયા ઉપરાંત ત્રીજી ટીમ ન્યુઝીલેન્ડની હશે.

ટુર્નામેન્ટનો પહેલો મુકાબલો  ત્રણ ડિસેમ્બરના રોજ ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ સામે રમાશે. ભારતની ટીમમા઼ બિચુ દેવી ખરીબામ, રશ્નપ્રીત કોર, સુમનદેવી થૌદામ, ઇશીકા ચૌધરી, પ્રિયંકા, મહિલા ચૌધરી, મરીના લાલરામિંધાની, ગગનદિપ કૌર, પ્રભલીન કૌર, મરિયાના કુજુર, ચેતના, રીત, બલજીત કૌર, અજમીના કુજુર, બ્યુટી ડુંગડુંગ, શર્મિલા દેવી, દીપિકા, લાલરિંડીકીનો સમાવેશ થાય છે.

 

(1:02 pm IST)