Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સ્‍પેનના દિગ્ગજ ખેલાડી રાફેલ નડાલ ભલે પોતાનું પ્રથમ એટીપી ફાઇનલ્સનું ટાઇટલ ન જીતી શક્યો પરંતુ તે વર્ષના અંતમાં વિશ્વનો નંબર-૧ ખેલાડી બની રહેશે

લંડનઃ સ્પેનના દિગ્ગજ રાફેલ નડાલ ભલે પોતાનું પ્રથમ એટીપી ફાઇનલ્સનું ટાઇટલ ન જીતી શક્યો હોય પરંતુ તે વર્ષના અંતમાં વિશ્વનો નંબર-1 ખેલાડી બન્યો રહેશે. ઈજા બાદ લંડન આવનાર સ્પેનિશ ખેલાડીની શરૂઆત સારી ન રહીં હતી અને તેને રાઉન્ડ રોબિન આધાર પર રમાનારી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એલેક્સાંદ્ર જ્વેરેવ સામે સીધા સેટમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

નડાલે ત્યારબાદ ડેનિલ મેદવેદેવ અને સ્ટેફનોસ સિટસિપાસને હરાવ્યો પરંતુ આ તેના સેમિફાઇનલમાં પહોંચવા માટે પર્યાપ્ત નહતું. બીજા ગ્રુપમાં નોવાક જોકોવિચ પણ સેમિફાઇનલમાં ન પહોંચી શક્યો જેથી નડાલ નંબર-1 પર રહેશે તે નક્કી થઈ ગયું હતું.

આ પાંચમી વખત હશે જ્યારે નડાલ વર્ષના અંતમાં નંબર બન  બન્યો રહેશે. આ રીતે તે રોજર ફેડરર અને નોવાક જોકોવિચની બરોબરી કરી લેશે.

જ્વેરેવની જીતથી નડાલ એટીપી ફાઇનલ્સમાંથી બહાર

ડિફેન્ડિંગ ચેમ્પિયન જ્વેરેવની મેદવેદેવ પર જીતને કારણે રાફેલ નડાલનું એટીપી ફાઇનલ્સનું ટાઇટલ જીતવાનું સપનું તૂટી ગયું હતું. નડાલે સ્ટેફેનોસ સિટસિપાસને પ્રથમ સેટ ગુમાવ્યા બાદ વાપસી કરતા 6-7 (4/7), 6-4, 7-5થી જીત મેળવી પરંતુ સેમિફાઇનલમાં તેની જગ્યા અન્ય મેચ પર નિર્ભર હતી. જ્વેરેવની મેદવેદેવ પર  6-4, 7-6 (7/4)થી જીતનો મતલબ છે કે તે આંદ્રે અગાસી ગ્રુપથી સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યો હતો.

સિટસિપાસ પહેલા જ આ ગ્રુપથી અંતિમ-4મા પહોંચી ગયો હતો. સિટસિપાસ આ ગ્રુપથી ટોપ પર રહ્યો અને તે સેમિફાઇનલમાં છ વખતના ચેમ્પિયન રોજર ફેડરર સામે ટકરાશે. જ્વેરેવનો સામનો બ્યોર્ન બોર્ગ ગ્રુપથી ટોપ પર રહેલા ડોમિનિક થીમ સાથે થશે. ફેડરર આ ગ્રુપમાં બીજા સ્થાને રહ્યો હતો.

(5:08 pm IST)