Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ શ્રેણીની ટ્રોફીનું નામ ‘ઓયે હોયે’ સોશ્યલ મીડીયામાં બન્યુ મજાકનું કારણ

 

નવી દિલ્હીઃ ભારત સાથે ક્રિકેટ રમવા માટે આજીજી કરી રહેલા પાકિસ્તાનની હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડી રહી છે. તેની પાછળ ત્યાં રાખવામાં આવેલી ટ્રોફીનું નામ છે. હકીકતમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી સીરીઝ માટે ટ્રોફીનું નામ ઓયે હોયે રાખવામાં આવ્યું છે. આ કારણે સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ મજાક ઉડી રહી છે.

ગુરુવારે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્રોફીની તસવીર શેર કરી હતી. ટ્રોફી સાથે પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અને ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન જોવા મળી રહ્યા છે. ટ્રોફીના શેપ અને તેના પર લખેલું ઓયે હોયે કેટલાક લોકોને પસંદ ન આવ્યું.

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન સૌની સામે હાંસીને પાત્ર બન્યું હોય. આ પહેલા ઓસ્ટ્રેલિયા સાથે થયેલી સીરિઝમાં ટ્રોફીનું નામ બિસ્કીટ ટ્રોફી હતું. જેના કપ પર બિસ્કીટ લાગેલું હતું. તેના પર પણ લોકોએ પીસીબીને ખૂબ ટ્રોલ કર્યું હતું.

જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સાથે થયેલી સીરિઝ પાકિસ્તાને 3-0થી જીતી ગયું હતું. પરંતુ ફેન્સનું ધ્યાન તેમ છતાં ટ્રોફીના શેપ પર હતું. તેના પર શરમમાં મૂકાયેલા ટ્રોફીના શેપ પાછળનું કારણ જાણવા માટે તપાસ કરાવી હતી.

(7:23 pm IST)
  • ભાવનગર :જિલ્લામાં રોગચાળાએ ભરડો લીધો :છેલ્લા ઘણા દિવસથી રોગચાળાનો કહેર યથાવત :સર.ટી હોસ્પિટલમાં સ્વાઈન ફલૂ સહિતના રોગમાં વધારો :જેમાં તાવ, શરદી, ઉધરસ, જાડા-ઉલ્ટી સહિતનાં રોગોનાં દર્દીઓમાં વધારો :સ્વાઇન ફલૂથી વધુ એક મોત access_time 11:14 pm IST

  • રાજકોટ : APMCમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે ત્રીજો દિવસ:ખરીદીની કામગીરી ધીમી ચાલતા ખેડૂતોમાં રોષ: રોજ નવા કારણોને લઇ ખરીદીમાં વિલંબથી ખેડૂતો પરેશાન: સ્લો સિસ્ટમના કારણે ખેડૂતો પરેશાન ફોટો magfali access_time 12:43 pm IST

  • ગાંધીનગર :૧૦૦ MLD પાણી માટેના કરાર પર થશે હસ્તાક્ષર : મુખ્યમંત્રી રૂપાણીની અધ્ય્ક્ષતામાં સ્વર્ણિમ સંકુલ-૧માં કરાર અંગેના કાર્યક્રમનું આયોજન : જામનગર જોડિયામાં બનશે ૧૦૦ MLDનો પ્લાન્ટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરાશે : દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવાશે access_time 12:41 pm IST