Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે રવાના ભારતીય ટીમ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવાના ઈરાદાથી ભારતીય ક્રિકેટ ટીમ લાંબા પ્રવાસ માટે શુક્રવારે ઓસ્ટ્રેલિયન માટે રવાના થઈ ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ, 3 વનડે અને 3 ટી-20 મેચ રમવાની છે. ભારતીય ટીમના કેટલાક સભ્ય ટ્વિટર પર આ પ્રવાસને લઈને પોતાના વિચાર શેર કર્યા છે.ચાઈનામેન બોલર કૂલદીપ યાદવે ઓસ્ટ્રેલિયન પ્રવાસને ‘રોમાંચક પડકાર’ ગણાવ્યો છે. કુલદીપે લખ્યું, ‘રોમાંચક પડકારો રાહ જોઈ રહ્યાં છે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા રવાના.’ તેમને વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત, ઓપનર રોહિત શર્મા અને અન્ય સાથે તસવીર શેર કરી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની તસવીર શેર કરતાં લખ્યું, ‘ઓસ્ટ્રેલિયા માટે રવાના’કેપ્ટન વિરાટ કોહલીએ રવાનગીથી પહેલા પ્રેસ કોન્ફ્ર્નસમાં ગુરૂવારે કહ્યું હતુ કે, બેટ્સમેનોને આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, વિશ્વકપથી પહેલા હવે માત્ર 13 મેચ રમવાની છે, તેથી વનડે ટીમમાં કોઈ મોટા ફેરફાર કરવામા આવશે નહી. ભારત પાસે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં હરાવવાની સોનેરી તક છે. ઓસ્ટ્રેલિયાના બે મુખ્ય બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર બોલ ટેમ્પરિંગના મામલામા એક વર્ષનો પ્રતિબંધ ભોગવી રહ્યાં છે.

 

(5:35 pm IST)