Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ, બેટિંગ બોલિંગ કોચ,ફિલ્ડિંગ કોચ સહિતના વિવિધ પદો માટે BCCI દ્વારા અરજી મંગાવાઈ

હેડ કોચની પોઝિશન માટે 26 ઓક્ટોબર સુધી અરજી કરી શકાય છે. જ્યારે બાકીની પોઝિશન માટે 3 નવેમ્બર સુધી અરજી કરી શકાશે.

ટી -20 વર્લ્ડ કપ બાદ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થાય છે. તેના સ્થાને નવા કોચની શોધ બીસીસીઆઈ દ્વારા શરૂ કરવામાં આવી છે. રવિવારે બીસીસીઆઈએ સત્તાવાર તેની શરૂઆત કરતાં એક જાહેરખબર બહાર પાડી છે.  છેલ્લા થોડા દિવસોથી નવા કોચને લઈને અનેક અટકળો થઈ રહી છે, જેમાં પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડનું નામ સૌથી આગળ છે.

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ, બેટિંગ બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ સહિતના વિવિધ પદોની ભરતી માટે બીસીસીઆઈએ ભરતી બહાર પાડી છે. આ ઉપરાંત નેશનલ ક્રિકેટ એકેડમીમાં હેડ સ્પોર્ટ્સ માટે અરજી મંગાવવામાં આવી છે.  હેડ કોચની પોઝિશન માટે અરજી કરવા headcoach@bcci.tv પર ઈમેલ કરવો પડશે, નવા કોચનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.

 

હેડ કોચ માટે ઓછામાં ઓછી 30 ટેસ્ટ મેચ કે 50 વન ડે રમી ચુક્યા હોય.કોઈ નેશનલ ટીમના બે વર્ષના કોચ રહ્યા હોય. કોઈ આઈપીએલ ટીમ, ફર્સ્ટ ક્લાસ ટીમ નેશનલ-એ ટીમનો 3 વર્ષનો કોચિંગ અનુભવ,બીસીસીઆઈના લેવલ 3નું સર્ટિફિકેટ હોય.60 વર્ષથી ઓછી ઉંમર હોય ,તે અરજી કરી શકશે

હેડ કોચની પોઝિશન માટે 26 ઓક્ટોબર સુધી અરજી કરી શકાય છે. જ્યારે બાકીની પોઝિશન માટે 3 નવેમ્બર સુધી અરજી કરી શકાશે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝથી ટીમ ઈન્ડિયાને નવો કોચ મળી જશે.

(7:47 pm IST)