Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

આઈસીસીએ ભ્રષ્ટાચારના આરોપોમાં યુએઈના ત્રણ ખેલાડીઓને કર્યા સસ્પેન્ડ

નવી દિલ્હી : કેપ્ટન મોહમ્મદ નવીદ સહિત યુએઈની રાષ્ટ્રીય ટીમના ત્રણ ખેલાડીઓને આંતર રાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ભ્રષ્ટાચારના આરોપોમાં અસ્થાઈ રીતે પ્રતિબંધિત કરી દીધા છે. આઈસીસીએ રાષ્ટ્રીય ટીમના બેટ્સમેન શેમાન અનવર અને જમણા હાથના ઝડપી બોલર કાદિર અહેમદ પર પણ આરોપ લગાવ્યો છે.

અજમન લીગ દ્વ્રારા ક્રિકેટમાં ભાગ લેનાર એક અન્ય મેહરદીપ છાયાકર પર આઈસીસીએ સહયોગ કરવાથી ઇનકાર કરવાનો આરોપ લગાવ્યો છે.

આઈસીસીએ  જણાવ્યું છે કે, 'યુએઈના ખેલાડીઓ અને અજમાનથી ક્રિકેટમાં ભાગ લેનાર એક અન્ય વ્યક્તિ પર ક્રિકેટના ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘનના ૧૩ આરોપ લગાવવામાં આવ્યા છે અને ખેલાડીઓને તાત્કાલિક અસરથી અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.'

મોહમ્મદ નવીદ પર આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી નિયમ ૨.૧.૧ અને ૨.૪.૪ ના ઉલ્લંઘનનો આરોપ છે. તેની સાથે ટી-૨૦ લીગમાં અમીરાત ક્રિકેટ બોર્ડ પર બે નિયમોના ઉલ્લંઘનનો પણ આરોપ છે.

કદીર અહેમદ પર નિયમ ૨.૪.૪, ૨.૩.૨, ૨.૪.૪, ૨.૪.૫, ૨.૪.૬ અને ૨.૪.૭ ના ઉલ્લંઘનનો આરોપ છે. જ્યારે અનવર પર ૨.૧.૧ અને ૨.૪.૪ ના ઉલ્લંઘનનો આરોપ છે.

આ બધા સિવાય અજમાનમાં ક્રિકેટમાં ભાગ લેનાર મેહરદીપ છાયાકર પર પણ ૨.૪.૬ ના ઉલ્લંઘનનો આરોપ છે. આ ખેલાડીઓની પાસે પોતાના ઉપર લાગેલ આરોપ માટે સફાઈ આપવા માટે ૧૬ ઓક્ટોબરથી ૧૪ દિવસનો સમય છે

(1:15 pm IST)