Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ભારત-પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડકપ પહેલા વોર્મઅપ મેચમાં ટકરાઈ શકે

ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપને સુપરહિટ બનાવવા આઈસીસીની યોજના

નવી દિલ્હી : ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે જયારે પણ મુકાબલો થાય છે ત્યારે આખી દુનિયાની નજર એની ઉપર રહે છે. બંને દેશોની ટક્કર વર્લ્ડકપ જેવી ટુર્નામેન્ટમાં થઈ રહી હોય તો પ્રશંસકો વધારે જોશ અને ઝનૂનમાં આવી જાય છે. મુળ વાત એમ છે કે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડકપને સુપરહિટ બનાવવા માટે આઈસીસી ભારત અને પાકિસ્તાન વચ્ચે વોર્મઅપ મેચની યોજના ઉપર કામ કરી રહ્યુ છે.

એક રીપોર્ટ પ્રમાણે આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૦ પહેલા ભારત અને પાકિસ્તાન વોર્મઅપ મેચમાં આમને-સામને થઈ શકે છે. ટી-૨૦ વર્લ્ડકપનો કાર્યક્રમ બે વર્ષ પહેલા જાહેર થઈ ગયો છે જેમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમો અલગ અલગ ગ્રુપમાં મૂકવામાં આવી છે. પાકિસ્તાની ટીમ ગ્રુપ - ૧માં છે તો ટીમ ઈન્ડિયા ગ્રુપ-૨માં છે.

(1:13 pm IST)