Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ટી-૧૦ ફોર્મેટથી ક્રિકેટ મેળવશે ઓલિમ્પિકસમાં એન્ટ્રી : રસેલ

અબુધાબી : યુનાઈટેડ અરબ એમીરેટ્સમાં થનારી અબુધાબી ટી-૧૦ ટુર્નામેન્ટની ત્રીજી સીઝન ૧૪ નવેમ્બરથી ૨૪ નવેમ્બર દરમિયાન રમાશે. જેમાં રસેલ નોર્થન વોરીયર્સ ટીમ વતી રમશે. રસેલે આ ફોર્મેટ વિશે વાત કરતા કહ્યુ હતું કે ટી૧૦ ફોર્મેટ ટી-૨૦ કરતા નાની છે એટલે બેટ્સમેન પાસે પણ પોતાની ગેમ રમવા માટે ઓછો સમય રહેશે. તમારે એક બોલર તરીકે દરેક બોલ દ્વારા અટેક કરતો રહેવાનો હોય છે. ખરૂ કહુ તો તમારે તમારી ગેમના નક્કી કરેલા પ્લાન મુજબ રમવુ પડશે કારણ કે બેટ્સમેન મોટો સ્કોર કરવા માટે દરેક ડિલીવરીમાં શોર્ટ ફટકારવાનો પ્રયાસ જરૂર કરશે.

(1:11 pm IST)