Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વિદેશ પ્રવાસ પર ખેલાડીની પત્ની-ગર્લફ્રેન્ડને સાથે રહેવાની બીસીસીઆઈએ આપી મંજૂરી

મુંબઈ :ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ થોડા સમય પહેલા બીસીસીઆઈ પાસેથી માંગ કરી હતી કે ક્રિકેટરોને પત્ની અને ગર્લફ્રેન્ડને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. આખરે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની આ માંગનો સ્વીકાર કરી લીધો છે. જેમાં પત્ની અને ગર્લફ્રેન્ડ હવે ક્રિકેટરોની સાથે પ્રવાસ શરૂ થયાના 10 દિવસ બાદ (બાકીના પ્રવાસ માટે) સાથે રહી શકે છે.

(11:26 pm IST)