Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

શિખર ધવનની પત્ની આયશાનો જાણો કેપ પહેરવાનો રાજ

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના બેટ્સમેન શિખર ધવનની પત્ની આયશા ધવન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. આયશા ખાસ કરીને ટોપીમાં નજરે પડે છે. તેને ઘણા લોકો આ સવાલ કરી ચૂક્યા છે કે આખરે કેમ તે હંમેશા ટોપીમાંજ નજરે પડે છે. બોક્સર આયશાએ આ વાતનો ખુલાસો કર્યો છે. તેને તેની પાછળનું કારણ સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે કે કેમ તે ટોપી પહેરી રાખે છે.આયશાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે કેટલાક લોકો મને પુછે છે કે આખરે કેમ હું હંમેશા ટ્રેનિંગ માટે તૈયાર રહું છું અને કેમ ટોપી પહેરી રાખુ છું. હું કોઇપણ વાતનો નિર્ણય લેવા માટે બેકાર સમય બરબાદ કરતી નથી. મને ફિટનેસ પસંદ છે. તો હું રોજ ટ્રેનિંગ કરું છું. ત્યાર બાદ મારો પૂરો સમય પરિવાર માટે હોય છે. તે લોકોનું ખાવાનું બનાવવાનુ, ઘરની સ્વચ્છતા, બાળકોને સ્કુલે મુકવા જવું. પોતાના બિસનેસ પર કામ કરવું. બાળકોની સાથે રમવું, યુટ્યૂબ ચેનલ માટે વીડિયો બનાવવો આ દરેક વસ્તુ હું જાતે જ કરું છું. તેને વધુમાં કહ્યું કે મારી પાસે એટલો સમય નથી હોતો કે હું મારા વાળ સરખા કરું અને તૈયાર થવું. મારી પાસે પણ 24 કલાક હોય છે પણ તે હુ મારા હિસાબથી પસાર કરું છુંય

(5:25 pm IST)