Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જયસૂર્યાએ એન્ટિ - કરપ્શન યુનિટને ખોટી જાણકારી આપતા પહેલા સિમકાર્ડ છુપાવ્યુ અને એક મોબાઈલ નષ્ટ કર્યો હતો

૪૪૫ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનો અનુભવ ધરાવતા શ્રીલંકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સનથી જયસૂર્યા પર ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઈસીસીના એન્ટિ-કરપ્શન કોડના બે નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આઈસીસીએ તેને જવાબ આપવા ૧૪ દિવસનો સમય આપ્યો છે.  રિપોર્ટ પ્રમાણે ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરી રહેલા આઈસીસીના એન્ટિ-કરપ્શન યુનિટને જયસૂર્યાએ ખોટી માહિતી આપી હતી કે તેની પાસે કેટલા મોબાઇલ છે. ખોટી જાણકારી આપતાં પહેલાં તેણે પોતાનું એક સિમ-કાર્ડને છુપાવ્યું અને એક મોબાઇલને નષ્ટ કરી નાખ્યો હતો. આ ઉપરાંત એન્ટિ-કરપ્શન યુનિટને વર્ષના પ્રારંભમાં કોઈ પણ ઇલેકટ્રોનિક ડિવાઇસ સોંપવાનો ઇનકાર કરી દીધો. એન્ટિ-કરપ્શન ડિપાર્ટમેન્ટે ગયા વર્ષે શ્રીલંકાનો ઝિમ્બાબ્લે સામે ૨-૩થી થયેલા વન-ડે સિરીઝના પરાજય વિશે તપાસ કરી રહ્યો છે.

આ યુનિટના અધિકારીઓને આ સિરીઝમાં સ્પોટ-ફિકિસંગ અને કરપ્શન થયાની શંકા છે.

જો જયસૂર્યા દોષી જણાશે તો તેને આઈસીસી અને શ્રીલંકન ક્રિકેટ બોર્ડમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. દરમ્યાન જયસૂર્યાએ કહ્યું હતું કે મેં હંમેશાં સત્યનો જ સાથ આપ્યો છે અને તમામ મામલે પારદર્શકતા જાળવવાનો પ્રયાસ કર્યો છે.(૩૭.૮)

 

(4:04 pm IST)