Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ઇટાલિયન ઓપન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બોપન્ના-શાપોવાલોવ

નવી દિલ્હી: ભારતના રોહન બોપન્ના અને તેના સાથી કેનેડાના ડેનિસ શાપોવાલોવ ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. બોપન્ના અને શાપોવાલોવની અનસીડ જોડીએ બુધવારે રમાયેલી પ્રથમ રાઉન્ડની મેચમાં ચિલી ક્રિસ્ટીઅન ગૈરીન અને આર્જેન્ટિનાના ગિડો પેલાને સતત સેટમાં 6-4, 6-4થી હરાવી હતી. બોપન્ના અને શાપોવલોવનો મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવવા ટોચની ક્રમાંકિત જોડી જુઆન સેબેસ્ટિયન કાબલ અને રોબર્ટ ફરાહ સાથે થશે. ગયા અઠવાડિયે પૂરા થયેલા વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં બોપન્ના અને શાપોવાલોવ પહોંચી ગયા હતા.

(5:26 pm IST)
  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST

  • ઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST

  • અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST