Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ચેન્નાઈને વધુ એક ફટકોઃ ઋતુરાજ ગાયકવાડનો રિપોર્ટ ફરી પોઝીટીવ

કવોરન્ટાઈન રહેવું પડશેઃ દિપક ચહર ટીમ સાથે જોડાયોઃ રાયડુ હવે ત્રીજા સ્થાને બેટીંગમાં આવશે

આબુધાબીઃ ચેન્નાઈ સુપરકિંગ્સના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ૧૪ દિવસ પછી પણ કોરોના પોઝિટિવ છે. જેથી તેને હજી પણ કવોરન્ટીનમાં રહેવું પડશે. તે શરૂઆતની મેચોમાં પણ રમી નહિ શકે. નિયમ અનુસાર, કોઈ ખેલાડીના બે રિપોર્ટ નેગેટિવ આવે તે પછી જ તેને ટીમમાં જોડાવવાની પરવાનગી મળે છે.

સુરેશ રૈનાએ નામ પાછું ખેંચ્યા પછી ઋતુરાજ નંબર-૩ પર રમશે તેવી બધાને અપેક્ષા હતી. હવે અંબાતી રાયુડુને આ ક્રમે તક મળી શકે છે. ચેન્નાઈ ૧૯ સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટ ઓપનરમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે.

અગાઉ ચેન્નાઈ સુપરકિંગ્સના દિપક ચહર રિપોર્ટનો પોઝિટિવ પોઝિટિવ આવ્યો હતો. જોકે, તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે અને બે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ટીમ સાથે પણ જોડાય ગયો છે. આ વચ્ચે, મુંબઈ ઇન્ડિયન્સ સાથે કેમ્પમાં સચિન તેંડુલકરનો દીકરો અને ડાબોડી ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકર સામેલ થયો છે. તેને ઓફિશિયલી નેટ બોલર તરીકે જગ્યા આપવામાં આવી છે.

(2:41 pm IST)