Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ઇંગ્લેન્ડના ઝડપી બોલર ડેવિડ વિલે અને યોર્કશાયર ક્રિકેટ ક્લબના ચાર ખેલાડીઓને કોરોના પોઝીટીવ

ચારેય ખેલાડીઓ હવે વિટેલીટી બ્લાસ્ટની બાકીની બે ગ્રુપ મેચ રમી શકશે નહીં.

લંડન : ઇંગ્લેન્ડના ઝડપી બોલર ડેવિડ વિલે સહિત યોર્કશાયર ક્રિકેટ ક્લબના ચાર ખેલાડીઓ કોરોના વાયરસ ટેસ્ટમાં સકારાત્મક જોવા મળ્યા છે. જેના કારણે આ ચારેય ખેલાડીઓ હવે વિટેલીટી બ્લાસ્ટની બાકીની બે ગ્રુપ મેચ રમી શકશે નહીં.

યોર્કશાયરે બુધવારે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, 'કોરોના ટેસ્ટમાં સકારાત્મક મળ્યા બાદ, મેથ્યુ ફિશર, ટોમ કોહલર-કૈંડમોર, જોશ પાયસન અને ડેવિડ વિલીને બે અઠવાડિયા માટે એકાંતમાં મોકલવામાં આવ્યા છે.'ત્યારબાદ વિલીએ ટ્વિટર પર પોતાને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કરી હતી.

તેમણે ટ્વિટમાં લખ્યું કે, "હું અને મારી પત્ની કોવિડ ટેસ્ટમાં સકારાત્મક જોવા મળ્યા છે. હું બાકીની મેચ રમી શકીશ નહીં."

બુધવારે ચાર ખેલાડીઓ ડરહમ સામે રમવા માટે, પણ અસમર્થ રહ્યા હતા, જ્યાં યોર્કશાયર 43 રને હાર્યા હતા. આ સિવાય આ ખેલાડીઓ હવે, ગુરુવારે લંકાશાયર અને રવિવારે ડર્બીશાયર સામે નહીં રમે શકે.યોર્કશાયર નોર્થ ગ્રુપ આઠ મેચમાંથી, છ પોઇન્ટ સાથે ગ્રુપમાં પાંચમા ક્રમે છે.

(1:53 pm IST)