Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ભારત-આફ્રિકા વચ્ચે બીજી ટ્વેન્ટી મેચને લઇને રોમાંચ

મોહાલીમાં આજે રોમાંચક ટ્વેન્ટી જંગ ખેલાશે : પ્રથમ મેચ વરસાદના પરિણામે ધોવાઇ ગયા બાદ ચાહકો મેચને લઇને ઉત્સુક : બંને ટીમના સ્ટાર ક્રિકેટર પર નજર

મોહાલી,તા.૧૭ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટ્વેન્ટી-૨૦  શ્રેણીની બીજી મેચ આવતીકાલે મોહાલીમાં રમાનાર છે. પ્રથમ મેચ ભારે વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વગર રદ કરી દેવામાં આવ્યા બાદ બીજી મેચને લઇને ઉત્સુકતા જોવા મળી રહી છે. જો કે અહીં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ઘરઆંગણે ભારતીય  ટીમ હોટફેવરીટ બનેલી છે. વેસ્ટ ઇન્ડિઝના  પ્રવાસમાં શાનદાર દેખાવ કર્યા બાદ હવે ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે.  ભારતીય ટીમની પસંદગી કરી લેવામાં આવી છે.  આગામી વર્ષે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેથી ટીમ મેનેજમેન્ટ વધુને વધુ પ્રમાણમાં યુવા ખેલાડીઓને તક આપવા માટે ઇચ્છુક છે. પ્રતિભાશાળી ખેલાડીઓ વર્લ્ડ પહેલા તૈયાર થઇ શકે તે માટે જોરદાર આયોજન કરવામાં આવી રહ્યુ છે. ઝડપી બોલર ખલીલ અહેમદ, દીપક ચાહર, નવદીપ સેની, સ્પીનર રાહુલ ચાહર, વોશિગ્ટન સુન્દર પાસે પોતાની કુશળતાને સાબિત કરવા માટે પુરતી તક રહેલી છે.

                    ટીમમાં પોતાની જગ્યાને પાકી કરવા માટે યોગ્ય તક રહેલી છે. બોલર ઉપરાંત બેટ્સમેનો માટે પણ આવી જ સ્થિતી રહેલી છે. શ્રેયસ અય્યર પર તમામની નજર રહેશે. કારણ કે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં અય્યરે જોરદાર દેખાવ કર્યો હતો. અય્યરે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરીને વિરાટ કોહલી સાથે સારી ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન વિરાટ કોહલી પોતે પણ પ્રશંસા કરી ચુક્યો છે. બીજી બાજુ વિકેટકિપર બેટ્સમેન રિશભ પંત પણ પોતાના દેખાવમાં સુધારા કરવા માટે તૈયાર છે. તેને પોતાના દેખાવમાં સુધારો કરવાની જરૂર છે. દક્ષિણ આફ્રિકા તરફથી ડી કોક પર મુખ્ય જવાબદારી રહેનાર છે. આગામી વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમાનાર છે. જેના ભાગરૂપે એક આદર્શ ટીમ તૈયાર કરવાનો હેતુ રહેલો છે.આંકડા પર નજર કરવામાં આવે તો ભારતીય ટીમ ફેવરીટ દેખાઇ રહી છે. ટ્વેન્ટી ક્રિકેટમાં બંને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો બંને વચ્ચે કુલ ૧૪ ટ્વેન્ટી મેચો હજુ સુધી રમાઇ ચુકી છે જે પૈકી ભારતે આઠ મેચોમાં જીત મેળવી લેવામાં સફળતા હાંસલ કરી છે. જ્યારે આફ્રિકાની ટીમ પાંચ મેચો જીતી શકી  છે.

              આમને સામને ઓવરઓલ રેકોર્ડની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ ફેવરીટ દેખાઇ રહી છે. બંને દેશો વચ્ચે રમાયેલી મેચો પૈકી એક મેચમાં પરિણામ આવી શક્યુ નથી. આંકડા પર નજર કરવામાં આવે તો બંને ટીમો પ્રથમ વખત વર્ષ ૨૦૦૬માં આમને સામને આવી હતી. દક્ષિણ આફ્રિકાના વાન્ડર્સ મેદાન ખાતે મેચ રમાઇ હતી. ભારતીય ટીમે આ મેચ છ વિકેટે જીતી લીધી હતી.  મેચનુ પ્રસારણ આવતીકાલે સાંજે સાત વાગ્યાથી શરૂ કરવામાં આવનાર છે. ત્રણ ટ્વેન્ટી મેચ રમાયા બાદ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમાનાર છે. ત્રણ ટેસ્ટ મેચ બાદ ત્રણ વનડે મેચ રમાનાર છે. જે પૈકીની પ્રથમ વનડે મેચ ધર્મશાળા ખાતે રમાનાર છે.બંને ટીમો નીચે મુજબ છે.

ભારત : વિરાટ કોહલી ( કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, રિશભ પંત, હાર્દિક પડ્યા, વોશિગ્ટન સુન્દર, રાહુલ ચહર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈની

દક્ષિણ આફ્રિકા : ડીકોક (કેપ્ટન), રાસીવાન ડર દુસેન, ટેમ્બા બાવુમા, જુનિયર ડાલા, બ્યોર્ન પોરટુઇન, હેન્ડીક્સ, ડેવિડ મિલર, એનરિક નાંજે , ફેલુકવાયો, પ્રિટોરિયસ, કગિસો રબાડા, શામ્સી, લિન્ડે .

હેડ ટુ હેડ રેકોર્ડ.........

મોહાલી,તા.૧૭  : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટ્વેન્ટી-૨૦  શ્રેણીની બીજી મેચ આવતીકાલે મોહાલીમાં રમાનાર છે. પ્રથમ મેચ ભારે વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વગર રદ કરી દેવામાં આવ્યા બાદ બીજી મેચને લઇને ઉત્સુકતા જોવા મળી રહી છે. જો કે અહીં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ઘરઆંગણે ભારતીય  ટીમ હોટફેવરીટ બનેલી છે. વેસ્ટ ઇન્ડિઝના  પ્રવાસમાં શાનદાર દેખાવ કર્યા બાદ હવે ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે.  ભારતીય ટીમની પસંદગી કરી લેવામાં આવી છે.  આગામી વર્ષે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેથી ટીમ મેનેજમેન્ટ વધુને વધુ પ્રમાણમાં યુવા ખેલાડીઓને તક આપવા માટે ઇચ્છુક છે.ટ્વેન્ટી ક્રિકેટમાં બંને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો બંને વચ્ચે કુલ ૧૪ ટ્વેન્ટી મેચો હજુ સુધી રમાઇ ચુકી છે જે પૈકી ભારતે આઠ મેચોમાં જીત મેળવી લેવામાં સફળતા હાંસલ કરી છે.

કુલ મેચો રમાઇ

૧૪

ભારતની જીત થઇ

આફ્રિકાની જીત થઇ

પરિણામ વગર મેચ

૦૧

ક્રિકેટ શ્રેણીનો કાર્યક્રમ ટ્વેન્ટી બાદ ટેસ્ટ શ્રેણી રમાશે

મોહાલી, તા,૧૭ :  ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલે મોહાલી ખાતે બીજી ટ્વેન્ટી મેચ રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ટ્વેન્ટી મેચની શ્રેણી બાદ  ટેસ્ટ અને વનડે મેચો પણ રમાનાર છે. ટ્વેન્ટી મેચની ત્રણ મેચો પાંચ ત્રણ ટેસ્ટ મેચો રમાનાર છે.  સમગ્ર શ્રેણીનો કાર્યક્રમ નીચે મુજબ છે.

*        ૧૮મી સપ્ટેમ્બરના દિવસે મોહાલીમાં બીજી ટ્વેન્ટી મેચ ( પ્રસારણ સાંજે સાત)

*        ૨૨મી સપ્ટેમ્બરના દિવસે બેંગ્લોરમાં ત્રીજી ટ્વેન્ટી મેચ ( પ્રસારણ સાંજે સાત)

*        બીજી ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમાં પ્રથમ ટેસ્ટ ( પ્રસારણ સવારે ૯.૩૦)

*        ૧૦મી ઓક્ટોબરથી પુણેમાં બીજી ટેસ્ટ મેચ ( પ્રસારણ સવારે ૯.૩૦)

*        ૧૯મી ઓક્ટોબરથી રાંચીમાં ત્રીજી ટેસ્ટ મેચ ( પ્રસારણ સવારે ૯.૩૦)

*        ૧૨મી માર્ચ ૨૦૨૦ના દિવસે ધર્મશાળામાં પ્રથમ વનડે મેચ

*        ૧૫મી માર્ચ ૨૦૨૦ના દિવસે લખનૌમાં બીજી વનડે મેચ

*        ૧૮મી માર્ચ ૨૦૨૦ના દિવસે કોલકત્તામાં ત્રીજી વનડે મેચ

(8:05 pm IST)
  • મુંબઈમાં છેલ્લા ૩ાા મહિનામાં રેકોર્ડબ્રેક ૧૯૨.૨ ઈંચ ખાબકયો : મુંબઈમાં જૂન મહિનામાં ૮૦૦ મી.મી., જુલાઈમાં ૧૭૯૦ મી.મી., ઓગષ્ટમાં ૧૦૬૩ મી.મી. અને સપ્ટેમ્બરની તા.૧૫ સુધીમાં ૧૧૫૦ મી.મી. પડ્યો. આમ કુલ ૪૮૦૩ મી.મી. (૧૯૨.૨ ઈંચ) રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો. સપ્ટેમ્બર મહિનો હજુ અડધો બાકી છે.(૩૭.૫) access_time 10:17 am IST

  • PSA હેઠળ ફારૂક અબ્દુલ્લાની અટકાયત : ર વર્ષ સુધી અંદર રહી શકે છેઃ પ ઓગસ્ટથી હાઉસ એરેસ્ટ છેઃ હવે બે વર્ષ સુધી કોઇપણ કેસ વગર તેઓ અટકાયતમાં રહેશે access_time 4:24 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સરોવર ડેમ ઉપર નર્મદા નદીની પૂજા કરી access_time 1:21 pm IST