Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ગૌતમ ગંભીર સહિતનાએ ટ્વિટર ઉપર જન્મદિવસની શુભેચ્‍છા પાઠવી

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના 69મા જન્મદિવસ પર દુનિયાભરમાંથી શુભેચ્છા મળી રહી છે. આ મામલામાં ખેલ જગત પણ પાછળ નથી. આ યાદીમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ગૌતમ ગંભીર સહિત ઘણા ખેલાડીઓએ પીએમને ટ્વીટર પર શુભેચ્છા આપી છે. પીએમ મોદી દેશમાં રમતને પ્રોત્સાહન આપવામાં વિશેષ રસ દાખવે છે.

પીએમના જન્મદિવસ પર જ્યાં દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ભાજપ તેને સેવા સપ્તાહના રૂપમાં મનાવી રહ્યું છે. તો આ સમયે ટીમ ઈન્ડિયા મોહાલીમાં આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝની બીજી મેચની તૈયારીઓ કરી રહી છે. 69ની ઉંમરમાં તેમનું સ્વાસ્થ્ય દેશના તમામ લોકો માટે પ્રેરણાદાયક છે. પીએમ યોગ કરીને પોતાના ફિટ રાખે છે અને તેઓ યોગને પ્રોત્સાહન આપવા તેનો પ્રચાર-પ્રસાર પણ કરવાનું ચુકતા નથી.

શું કહ્યું સચિન

સચિન તેંડુલકરે પીએમ મોદીને શુભેચ્છા આપતા કહ્યું, હેપ્પી બર્થડે માનનીય પીએમ નરેન્દ્ર મોદી જી. તમારૂ સ્વસ્થ અને સ્વચ્થ ભારતનું વિઝન તમામ માટે પ્રેરણાદાયી છે. ઈશ્વર તમને જીવનમાં હંમેશા સ્વસ્થ રાખે.

પૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે પીએમને દેશનું સન્માન ગણાવ્યું.

ક્રિકેટર હરભજન સિંહે પણ પીએમ મોદીને શુભેચ્છા આપતા પ્રાર્થના કરી કે તે દેશને પ્રેરિત કરતા રહે.

શિખર ધવને પીએમને શુભેચ્છા આપતા દેશને મહાન બનાવવા માટે તેમના યોગદાન  બદલ શુભેચ્છા આપી.

હાર્દિક પંડ્યાએ પણ ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામના આપી હતી.

મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર પીએમ મોદી ખુબ સક્રિય છે અને ત્યાં તેમના ફોલોઅર પણ ઘણ છે. તેમના ટ્વીટર પર 5 કરોડ, ફેસબુક પર આશરે 4.5 કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર 2.83 કરોડથી વધુ ફોલોઅર છે.

(4:26 pm IST)