Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

શ્રીલંકાના ટોચના ખેલાડીઓ ન આવે તો કોઈ ફરક પડતો નથી : મિયાંદાદનો બફાટ

શ્રીલંકા સામેની સીરીઝ પર હજુ પણ પ્રશ્નાર્થ ચિન્હ છે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ મિસ્બાહ - ઉલ - હકે ઉમર અકમલ અને અહમદ શાહઝાદને પાછા બોલાવી લીધા છે : પાકિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ મિસ્બાહ - ઉલ - હકે ડોમેસ્ટીક ટુર્નામેન્ટ અને નેશનલ કેમ્પ માટે પાકિસ્તાનના પ્લેયરોના ડાયેટ અને ન્યુટ્રીશ્યન પ્લાનમાં ફેરફાર કરી બિરયાની અને સ્વીટ ડીશથી દૂર રહેવાની વોર્નીંગ

ઈસ્લામાબાદ : શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ ટી-૨૦ અને ત્રણ વન-ડે મેચો પર સુરક્ષાના મામલે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્લેયર જાવેદ મિયાંદાદે બફાટ કરતા કહ્યુ હતું કે શ્રીલંકાના ટોચના પ્લેયરોની ગેરહાજરીથી પાકિસ્તાનને કોઈ ફરક નથી પડતો.

વાસ્તવમાં પાકિસ્તાનની ધરતી પર થનારી આ સીરીઝ માટે શ્રીલંકાના ટોચના ૧૦ પ્લેયરોએ સુરક્ષાના કારણોસર પોતાના નામ પાછા ખેચી લીધા હતા. જેના લીધે મિયાંદાદ વિફર્યો હતો. આ મેચની શરૂઆત પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ પણ સુરક્ષાની જાંચ પડતાલ કરશે. આ વિશે મિયાંદાદે કહ્યું હતુ કે શ્રીલંકાના કયા પ્લેયરો પાકિસ્તાન આવે છે અને કયા નથી આવતા એનાથી અમને કોઈ અસર નથી પડતી. એ બધા કરતા પાકિસ્તાનની ટીમે પોતાના પર્ફોર્મન્સ પર અને ગેમની ગુણવતા પર ધ્યાન દેવુ જોઈએ.

(3:42 pm IST)