Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

એશિઝમાં ઓસ્ટ્રેલિયા બેસ્ટ ટીમ હતી : પોન્ટીંગ

હવે ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે શ્રીલંકા સામે ત્રણ ટી-૨૦ મેચોની સીરીઝ રમશે

લંડન : પોન્ટીંગે કહ્યુ હતું કે ભલે ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડને ઘરઆંગણે હરાવવામાં સફળ ન રહ્યુ હોય પણ જે પ્રમાણે ટીમના પ્લેયરોએ હરીફ ટીમ સામે પર્ફોર્મ કર્યુ છે એ જોતા તેઓ શુભેચ્છાના હક્કદાર છે. આપણે એ લોકોની મહેનતને ઓછી ન આકવી જોઈએ. વર્લ્ડકપ કેમ્પેન બાદ આ એક સારી કહી શકાય એવી સીરીઝ રહી. છેલ્લા પાંચ મહિનાથી પ્લેયરો આ સીરીઝ માટે મહેનત કરી રહ્યા હતા. જેને કારણે તેઓ સીરીઝ ડ્રો કરવામાં સફળ રહ્યા.

ઓસ્ટ્રેલિયાનો મુકાબલો હવે ૨૭ ઓકટોબરથી શ્રીલંકા સામે ઘરઆંગણે થશે, જેમાં બંને ટીમો ત્રણ ટી-૨૦ મેચની સીરીઝ રમશે. બીજી અને ત્રીજી મેચ અનુક્રમે ૨૯ ઓકટોબર અને એક નવેમ્બરે રમાશે.

(3:41 pm IST)