Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ભારતીય ક્રિકેટ બોર્ડ અને એર ઈન્ડિયા વચ્ચે વાર્ષિક કરાર થશે

હોમ સિરીઝમાં ટીમ ઈન્ડિયા એર ઈન્ડિયાની સર્વિસનો જ ઉપયોગ કરશે : એક વર્ષનો કોન્ટ્રાકટ થવાની શકયતા

નવી દિલ્હી : એરલાઈન્સ ઇન્ડસ્ટ્રીમાં જેટ એરવેઝની નાદારીને કારણે હવે ભારતીય ક્રિકેટ બોર્ડે એના વિકલ્પરૂપે એર ઇન્ડિયાની સર્વિસ ફરી એક વાર શરૂ કરવાનો વિચાર કર્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરીઝને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડ અને એર ઇન્ડિયા વચ્ચે આ કરાર થવાની સંભાવના છે.

સાઉથ આફ્રિકા સામેની હોમ સિરીઝમાં ઇન્ડિયાની ટીમ અવરજવર માટે એર ઇન્ડિયાની સર્વિસનો ઉપયોગ કરશે અને જો બધુ બરાબર રહ્યું તો બન્ને પક્ષો વચ્ચે એક વષનો કરાર થઈ શકે છે. આ પહેલાં પણ ભારતીય ક્રિકેટ બોર્ડે એર ઈન્ડિયા સાથે ર૦૧૬માં કયા હતો, જયારે ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૮માં જેટ એરવેઝની સર્વિસનો ઉપયોગ કયા હતો.

(3:40 pm IST)